આજ કુછ તોફાની કરતે હૈ..! કેશોદમાં એક યુવકે રસ્તાની વચ્ચોવચ આખલાની સામે એવી એવી હરકતો કરી કે… જુઓ વાયરલ વિડિયો…

Published on: 1:06 pm, Sat, 15 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર આખલાઓના આતંકના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ પણ ખૂબ જ વધી ગયો છે, હાલ ગુજરાતના મોટાભાગના શહેરોમાં આખલાનો આતંક છે. લોકો વાર તહેવારે આખલાના આંતકનો ભોગ બનતા રહે છે, એવામાં જૂનાગઢના કેશોદ શહેરમાં આખલા સાથે મજાક કરતા એક શખ્સ નો વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં એક શખ્સ જાહેર રસ્તા પર આખલાને ગળે મળતો અને ચુંબન કરતો જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિ ઘોડે સવારની માફક આખલાની સવારી કરવાનો પ્રયાસ કરતો પણ જોવા મળ્યો હતો. જાહેર રસ્તા પરના આ દ્રશ્યો જોઈ રાહદારીઓ આશ્ચર્યમાં મુકાયા હતા.

આશ્ચર્યની વાત એ છે કે તોફાની સ્વભાવનો આખલો અહીં શાંત જોવા મળ્યો હતો. સામાન્ય રીતે શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર આખલો નજરે પડતા જ લોકો તેનાથી અંતર બનાવી લેતા હોય છે. પરંતુ કેશોદમાં આ ભાઈને શું થયું કે તે આખલાથી દૂર થવાના બદલે નજીક પહોંચી ગયો અને અડધી મિનિટ કરતાં વધુ સમય સુધી મજાક કરતો જોવા મળ્યો હતો.

કેશોદ શહેર જેવી એક ઘટના ચાર મહિના પહેલા આણંદ જિલ્લાના આંકલાવમાં બની હતી. આંકલાવમાં જાહેર રસ્તા પર રખડી પહેલા આખલાને અટકચાળો કરવો એક વ્યક્તિને ભારે પડી ગયો હતો. આખલાની આગળ રસ્તા પર જ સુઈ ગયેલા વ્યક્તિને આખલાએ રગદોળી નાખ્યો હતો.

પરંતુ સદનસીબે આખલાની મજાક કરવા ગયેલા વ્યક્તિનો બચાવ કરવામાં આવ્યો હતો. જેના કારણે આ વ્યક્તિ બચી ગયો હતો, જો લોકોએ તેની મદદ ન કરી હોત તો તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આજ કુછ તોફાની કરતે હૈ..! કેશોદમાં એક યુવકે રસ્તાની વચ્ચોવચ આખલાની સામે એવી એવી હરકતો કરી કે… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*