ટ્રેક્ટરની પાછળ કાર ઘુસી જતા સર્જાયો ભયંકર અકસ્માત… બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 4:07 pm, Sat, 15 July 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે રાતના બારેક વાગ્યાની આસપાસ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં કાર અને ટેકટર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિગતવાર વાત કરીએ તો GJ 03 JR 9419 નંબરની કાર થરાદ થી ખેંગારપરા જઈ રહી હતી. આ દરમિયાન કાર ભરડુ ગામ પાસે પહોંચે ત્યારે આગળ જતાં ટ્રેક્ટર સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં બાખાસર રાજવી પરિવારના યુવકનું મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ નરેન્દ્રસિંહ ભુપતસિંહ ચૌહાણ હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. તેઓ ખેંગારપૂરા ગામના રહેવાસી હતા. ગઈકાલે રાત્રિના સમયે તેઓ પોતાના ગામે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની અકસ્માત નડ્યો હતો.

યુવકનું મૃત્યુ થતાં જ બે વર્ષની દીકરી અને એક વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે આગળ જતાં ટ્રેક્ટરની પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેના કારણે આ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટના બનતા જ પામેલા યુવકના પરિવારજનો અને ગામ લોકોમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ટ્રેક્ટરની પાછળ કાર ઘુસી જતા સર્જાયો ભયંકર અકસ્માત… બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*