બાઈક લઈને રસ્તા પર જતા યુવક સાથે કાંઈક એવી ઘટના બની કે…યુવકનું રીબાઈ રિબાઈને મોત…ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 12:54 pm, Sat, 15 July 23

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી રહી છે. આ રસ્તામાં બાઈક લઈને રસ્તા પર જતા એક યુવક સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, શુક્રવારના રોજ બપોરના સમયે 30 વર્ષનો એક વ્યક્તિ પોતાની બાઇક લઈને જતો હતો.

આ દરમિયાન અચાનક જ તેના ઉપર 11 KVનો હાઈ ટેન્શન ઈલેક્ટ્રીક વાયર પડ્યો હતો. જેના કારણે યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેનું મોત થયું હતું. યુવકના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકની પત્ની ગર્ભવતી છે.

આ ઘટના રાયગઢ જિલ્લામાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 30 વર્ષની હતી અને તેનું નામ અનિરુદ્ધ ગુપ્તા હતું. અનિરુદ્ધ એક મેડિકલ શોપમાં કામ કરતો હતો અને આ ઘટના બની ત્યારે તે દુકાનદારને દવા આપવા માટે જતો હતો. બાઈક લઈને તે દવા આપવા માટે જતો હતો.

ત્યારે રસ્તામાં અચાનક જ તેની ઉપર ઇલેક્ટ્રીક વાયર પડ્યો હતો, જેના કારણે તેને કરંટ લાગ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી મૃત્યુ પામેલા અનિરુદ્ધના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો અનિરુદ્ધ ત્રણ ભાઈઓમાં સૌથી મોટો હતો. અનિરુદ્ધના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા. તેની પત્ની 8 મહિનાની ગર્ભવતી છે. આવી સ્થિતિમાં અનિરુદ્ધનું મોત થતા જ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. બાળક દુનિયામાં આવે તે પહેલા જ તેને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક લઈને રસ્તા પર જતા યુવક સાથે કાંઈક એવી ઘટના બની કે…યુવકનું રીબાઈ રિબાઈને મોત…ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*