રસ્તા ઉપર ચાલતા-ચાલતા જતા યુવકને છીંક આવતા થયું કરુણ મોત… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 3:18 pm, Mon, 5 December 22

હાલમાં બનેલો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં રસ્તા પર ચાલતી વખતે યુવકને અચાનક છીંક આવી અને તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર ચાલતા યુવકને અચાનક છીંક આવે છે અને ત્યારબાદ તે જમીન પર ઢળી પડે છે.

તે પછી પાછો ઊભો થતો નથી. તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં યુવક સૌ પ્રથમ પોતાની છાતી પર હાથ મૂકે છે અને ત્યારબાદ તેને છીંક આવે છે. પછી તે પોતાના મોઢા પર હાથ મૂકે છે અને પોતાનું ગળું પકડી લે છે. થોડુંક ચાલ્યા બાદ અચાનક જ તે જમીન ઉપર ઢળી પડે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે માત્ર બે સેકન્ડમાં તેનું મોત થયું હતું. યુવકની સાથે ચાલતા મિત્રો કંઈ સમજે તે પહેલા તો યુવકનું મોત થયું હતું. સમગ્ર ઘટના એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, રાત્રિના સમયે એક શેરીમાં ચાર મિત્રો ફરવા માટે નીકળેલા છે. ચારેય મિત્રો એકબીજા સાથે વાતચીત કરતા કરતા આંટાફેરા મારી રહ્યા છે. ત્યારે અચાનક જ એક મિત્રને ઠીક આવે છે અને થોડુંક ચાલ્યા બાદ તે મિત્ર જમીન પર ઢળી પડે છે.

આ પછી ત્રણેય મિત્રોએ બૂમા બૂમ કરી હતી. તેનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ મિત્રો મળીને તાત્કાલિક યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના બે ડિસેમ્બર ના રોજ રાત્રે 10 થી 10:30 વચ્ચે બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ ઝુબેર હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું મૃત્યુ હાર્ટ એટેક આવવાના કારણે થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા ઉપર ચાલતા-ચાલતા જતા યુવકને છીંક આવતા થયું કરુણ મોત… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*