ઝડપી ટ્રક ચાલકે સ્કૂટી પર સવાર પતિ-પત્નીને કચડી નાખ્યા, બંનેના કરુણ મોત…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 2:49 pm, Mon, 5 December 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલતા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં પતિ-પત્નીનું એક સાથે મોત થતા ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો. સ્કુટી પર જઈ રહેલા પતિ પત્નીને પાછળથી આવતા ટ્રક ચાલકે કચડી નાખ્યા હતા. જેના કારણે બંનેના મોત થયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ અકસ્માતની ઘટના રાજસ્થાનના પાલીમાંથી સામે આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતની ઘટનામાં 65 વર્ષીય દુધારામ મેઘાવાલા અને 62 વર્ષીય તેમના પત્ની સોનાદેવીનું મોત થયું છે. એક સાથે બંનેના મૃત્યુ થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. પતિ-પત્ની જોધપુરના મંડોરાના કીર્તિ નગરમાં રહેતા હતા.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા દુધારામના દીકરા રવિન્દ્ર એ જણાવ્યું કે, પિતા શાળામાંથી નિવૃત્ત થયા હતા અને તેમને ખેતીનો ખૂબ જ શોખ હતો આ કારણોસર તેમને પાલીમાં જમીન ખરીદી હતી. રવિવારના રોજ સવારે માતા-પિતા સ્કુટી લઈને ખેતરે ગયા હતા. પછી સાંજના સમયે જ્યારે બંને સ્કુટી પર ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

બંને સ્કુટી પરથી જોધપુર તરફ આવી રહ્યા હતા ત્યારે પાછળથી આવતા એક ઝડપી ટ્રકે તેમને ટક્કર લગાવી હતી. આ કારણોસર તેમનું સંતુલન બગડ્યું હતું અને તેઓ રોડ ઉપર પડ્યા હતા. ત્યારે સોનાદેવીના શરીર ઉપરથી ટ્રકનું પાછળનું ટાયર પસાર થઈ ગયું હતું આ કારણોસર તેમનું ઘટના સ્થળે મોત થયું હતું.

જ્યારે દુદારામ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે પહોંચી આવી હતી. માતા-પિતાના મૃત્યુના કારણે ચાર દીકરાઓએ અને એક દીકરીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી ટ્રક ચાલકે સ્કૂટી પર સવાર પતિ-પત્નીને કચડી નાખ્યા, બંનેના કરુણ મોત…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*