વડોદરામાં નોકરી પર જઈ રહેલા 22 વર્ષના યુવકની બાઇકને ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 10:54 am, Mon, 25 April 22

ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરા શહેરમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક બેકાબૂ ટ્રકે બાઈક ચાલકને અડફેટેમાં લીધો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બાઈક ચાલકનું મૃત્યુ થતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. પરિવારજનો રોડ પર ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.

મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા સતાધાર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય યુવક જયકુમાર સુનિલકુમાર સુથાર મકરપુરામાં આવેલી GIDCની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. મળતી માહિતી અનુસાર ગઈકાલે જય પોતાની બાઇક લઇને નોકરી પર જવા માટે નીકળ્યો હતો.

આ દરમિયાન એક બેકાબૂ ટ્રકે જયની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતના પગલે જય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો તો આ કારણોસર તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઉપરાંત મૃત્યુ પામેલા જૈનના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર પોલીસે જ્યના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં નોકરી પર જઈ રહેલા 22 વર્ષના યુવકની બાઇકને ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*