હનુમાનજીના મંદિરે દર્શન કરવા જઈ રહેલા બે મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, એક સાથે બંને મિત્રોએ દુનિયાને અલવિદા કીધી…

Published on: 10:39 am, Mon, 25 April 22

હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં મંદિરે જઈ રહેલા બે મિત્રોએ એક સાથે પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના બનતા ચારેબાજુ માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસારની ઘટના મધ્યપ્રદેશના ગુનામાં બની હતી.

મળતી માહિતી અનુસાર એક રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ અને તેનો મિત્ર બાઈક પર મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. અકસ્માતમાં બંને એકસાથે દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. અકસ્માતની ઘટનાને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોના ઘરમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર 27 વર્ષીય રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ અતર સહરિયા અને તેનું 26 વર્ષીય મિત્ર યાદવ બાઈક પર અન્ય એક મિત્ર સાથે હનુમાન ટેકરી મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન બાયપાસ રોડ પર સામેથી આવી રહેલી બાઈક સાથે તેમની બાઈક ની જબરદસ્ત ટક્કર થઈ હતી.

અકસ્માતમાં અત્તર અને સોનુ ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર અકસ્માત બન્યા બાદ અન્ય બાઇક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને પરિવારના જવાનજોધ દીકરાના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હનુમાનજીના મંદિરે દર્શન કરવા જઈ રહેલા બે મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, એક સાથે બંને મિત્રોએ દુનિયાને અલવિદા કીધી…"

Leave a comment

Your email address will not be published.


*