વડોદરામાં દીકરી મીરા સોલંકીનો જીવલેનાર આરોપી સંદીપ મકવાણાના રિમાન્ડના 4 દિવસ મંજૂર કર્યા, આરોપી સંદીપે દીકરી મીરા સાથે…

Published on: 11:20 am, Mon, 25 April 22

વડોદરામાં છેલ્લા થોડાક દિવસોથી જીવ લેવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે થોડાક દિવસો પહેલા વડોદરા શહેરમાં મીરા સોલંકી નામની દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે દીકરીના મૃત્યુના થોડાક દિવસ બાદ સંદીપ મકવાણાની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન સંદીપ મકવાણાએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

સંદીપે દીકરી મીરા સોલંકીનું ગળુ દબાવીને તેનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર આરોપી સંદીપ મકવાણાને પોલીસે તિલકવાડા કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી દીકરી મીરા સોલંકીનો મોબાઈલ હજુ પણ ગુમ છે.

યુવતી સાથે આરોપીએ ન કરવાનું કર્યું છે કે નહીં તેની તપાસ પોલીસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસે શંકાના આધારે સંદીપ મકવાણાને 22 એપ્રિલના રોજ ઝડપી પાડયો હતો. પૂછપરછ દરમિયાન સંદીપ મકવાણાએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

આરોપી સંદીપ મકવાણાએ પોતાની ઓળખ છુપાવવા માટે પોતાના વાળ પણ કઢાવી નાખ્યા હતા. આરોપી સંદીપ મકવાણાએ મીરાની ચુંદડી વડે મીરાનું ગળુ દબાવીને તેનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર મીરા સોલંકીનો જીવ લીધા બાદ આરોપી સંદીપ મકવાણા નસવાડીમાં છુપાઈ ગયો હતો.

પોલીસથી બચવા માટે આરોપી ડભોઇ એક હોટલમાં નોકરી કરતો હતો. પોસ્ટમોર્ટમમાં યુવતી પર દુષ્કર્મની બાબત સામે આવી નથી. પરંતુ જો તપાસ દરમિયાન બહાર આવશે તો આરોપી સંદીપ પર કલમ ઉમેરવામાં આવશે. પોલીસ તપાસ કરી રહી છે કે, આરોપી સંદીપે મીરા પર દુષ્કર્મ કર્યો છે કે નહીં.

મળતી માહિતી અનુસાર આરોપી સંદીપ મકવાણાએ મીરા સોલંકી સામે લગ્ન કરવાની વાત મૂકી હતી. ત્યારે મીરાએ લગ્ન કરવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી. ત્યારે ઉશ્કેરાય અને આરોપી સંદીપ મકવાણા મીરાનો ગળુ દબાવીને જીવ લઇ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં દીકરી મીરા સોલંકીનો જીવલેનાર આરોપી સંદીપ મકવાણાના રિમાન્ડના 4 દિવસ મંજૂર કર્યા, આરોપી સંદીપે દીકરી મીરા સાથે…"

Leave a comment

Your email address will not be published.


*