ગુજરાતની આ હોસ્પિટલમાં નોરતાના પ્રથમ દિવસે એક સાથે 9 દીકરીઓનો જન્મ થયો…હોસ્પિટલમાં સાક્ષાત “નવદુર્ગા”નું અવતરણ થયું…જુઓ આજના દિવસનો સૌથી સુંદર ફોટો

Published on: 3:38 pm, Wed, 28 September 22

સમગ્ર દેશભરમાં નવરાત્રીની સારી એવી રમઝટ જામી ગઈ છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે. આ બધા વચ્ચે પહેલા નોરતાના દિવસે કંઈક એવું બન્યું કે જે સાંભળીને આપણું દિલ પણ ખુશ થઈ જશે. પ્રથમ નોરતાના દિવસે ગોંડલની હોસ્પિટલમાં નવદુર્ગા અવતારી છે. નવરાત્રીના પ્રથમ દિવસે શહેરની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ અલગ 9 માતાએ 9 દીકરીઓને જન્મ આપ્યો છે.

મિત્રો નવરાત્રી નો તહેવાર શરૂ થઈ ગયો છે. સૌ કોઈ ભાવિ ભક્તો માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. એમાં પણ નવરાત્રિના દિવસોમાં જો કોઈના ઘરે દીકરીનો જન્મ થાય તો સ્વાભાવિક રીતે એ પરિવાર તેને ત્યાં સાક્ષાત માતાજી આવ્યા હોવાની લાગણી અનુભવતો હોય છે.

ત્યારે પ્રથમ નોરતાના દિવસે ગોંડલ શહેરની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં એક જ દિવસે 9 માતાની કૂખે 9 દીકરીઓએ જન્મ લીધો છે. દીકરીઓનો જન્મ થતાં જ નવે નવ દીકરીઓના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ડોક્ટર સાથે સમગ્ર હોસ્પિટલનો સ્ટાફ અને દીકરીઓના પરિવારના સભ્યો નવદુર્ગાઓ અવતારી હોવાની લાગણી અનુભવી રહ્યા છે. એક સાથે નવ દીકરીઓનો જન્મ થતા જ દીકરીઓના માતા-પિતા સહિત પરિવારના જનો એકત્રિત થયા હતા અને દીકરીઓના જન્મના વધામણા પણ કર્યા હતા.

એક સાથે નવું દીકરીઓનો જન્મ થયો જેના કારણે હોસ્પિટલના ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આવો કિસ્સો તમે પહેલી વખત જ સાંભળ્યો હશે. આ વાતની ચર્ચા હાલમાં ચારેય બાજુ ચાલી રહી છે. મિત્રો જે ઘરમાં દીકરીનો જન્મ થાય એ ઘર તો ભાગ્યશાળી બની જાય છે. ડોક્ટરે જણાવ્યું કે તમામ બાળકીઓનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે.

પ્રથમ નોરતાના દિવસે સાર્વજનિક હોસ્પિટલમાં 11 બાળકો નો જન્મ થયો હતો. જેમાં બે દીકરાઓ અને 9 દીકરીઓનો સમાવેશ થાય છે. નવ દીકરીઓનો જન્મ થતા નવરાત્રીના પ્રથમ દિવસે એવું લાગી રહ્યું હતું કે, હોસ્પિટલમાં સાક્ષાત નવદુર્ગાનું અવતરણ થયું છે. મિત્રો આ વાત કોઈ ચમત્કારથી ઓછી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતની આ હોસ્પિટલમાં નોરતાના પ્રથમ દિવસે એક સાથે 9 દીકરીઓનો જન્મ થયો…હોસ્પિટલમાં સાક્ષાત “નવદુર્ગા”નું અવતરણ થયું…જુઓ આજના દિવસનો સૌથી સુંદર ફોટો"

Leave a comment

Your email address will not be published.


*