આ તો કેવો બાપ..! પિતાએ જ પોતાના દીકરાનું અપહરણ કર્યું, પિતાએ દીકરાને તેની માતા પાસેથી છીનવી લીધો…જુઓ ઘટનાનો વિડીયો

Published on: 2:58 pm, Wed, 28 September 22

હાલમાં બનેલી એક ઘટના નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મિત્રો આવો વિડીયો તમે પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય. વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક પુરુષ મહિલા પાસેથી બાળક છીનવી લેતો જોવા મળી રહ્યો છે. પુરુષ પોતાના ખંભે બાળકને નાખીને ત્યાંથી ચાલ્યો જાય છે.

ત્યારે તેને પકડવા માટે મહિલા તેની પાછળ દોડે છે અને પડી જાય છે. મિત્રો વીડિયોમાં જે યુવક મળેલા પાસેથી બાળક છીનવી રહ્યો છે તે બાળકના પિતા છે. આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક બાળક શાળાએથી છૂટ્યો ત્યારે તેના પિતા તેની શાળાએ લેવા માટે આવ્યા હતા.

થોડીક વાર પછી બાળકની માતા પણ ત્યાં પહોંચે છે. મિત્રો આ બાળકનું નામ શિવાંશ છે. ત્યારે માતા પોતાના બાળક સિવાય ઘરે લઈ જવા લાગે છે. ત્યારે બાળકના પિતા શિવાંશને તેની માતા પાસેથી છીનવી લે છે. આ સમગ્ર ઘટના શાળાની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો પ્રેમનગરના મોહલ્લા ગુલાબ નગર બાજરીયામાં રહેતી પૂજા અને તેના પતિ સુમિત વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે.

દંપતીને ચાર વર્ષ નો દીકરો પણ છે. ભરતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બન્યા બાદ પૂજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાળકને શોધવા માટે પોલીસે પોતાની એક ટીમ તપાસમાં મૂકી દીધી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પિતા પોતાના જ દીકરાનું અપહરણ કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે.

પૂજાએ પોતાના પતિ ઉપર આરોપ લગાવ્યો છે કે, પુત્રને છીનવી લેતી વખતે પતિએ તેની ધુલાઈ કરી હતી. જ્યારે પૂજા એ આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેના પતિએ શિવાંશનો જીવ લેવાની ધમકી આપી હતી. પૂજાએ આ સમગ્ર ઘટનાને અપહરણનો મામલો ગણાવ્યો છે. જેમાં તેના દીકરા શિવાંશનો જીવ જોખમમાં છે.

જોકે પૂજાની આ વાતને પોલીસે નકારી કાઢી છે. પોલીસનું કહેવું છે કે પતિ પત્ની વચ્ચે કોઈપણ છૂટાછેડા થયા નથી અને બાળકની કસ્ટડી પણ નક્કી નથી કરવામાં આવી. એટલા માટે આવી સ્થિતિમાં જો બાળક પિતા સાથે હોય તો આ અપહરણનો મામલો નહીં બને. અત્યારે બાળક કઈ હાલતમાં છે અને ક્યાં છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ તો કેવો બાપ..! પિતાએ જ પોતાના દીકરાનું અપહરણ કર્યું, પિતાએ દીકરાને તેની માતા પાસેથી છીનવી લીધો…જુઓ ઘટનાનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*