તમે જ કહો આ બંનેમાંથી જાનવર કોણ..? ઘાયલ થયેલા દીપડાનો પગ અને પૂંછડી પકડીને યુવકે એવી હરકત કરી કે… વીડિયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો…

Published on: 11:09 am, Wed, 15 March 23

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વિડિયો આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે અથવા તો અમુક વીડિયો જોઈને આપણને ખૂબ જ ગુસ્સો આવી જતો હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો પ્રાણીઓ સાથે ન કરવાની હરકતો કરતા હોય છે અને તેમને હેરાન કરતા હોય છે.

ત્યારે હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક ઇજાગ્રસ્ત થયેલા દીપડાને હેરાન કરતો નજરે પડી રહ્યો છે. યુવક દીપડા સાથે એવી હરકત કરે છે કે વીડિયો જોઈને તમે પણ ગુસ્સામાં આવી જશો. આ વિડીયો હાલમાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો IFS ઓફિસર પરવીન કાસવાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

જેમાં તમે જોઈ શકો છો કે એક યુવક દીપડાનો પગ અને પૂંછડી પકડીને તેને હેરાન કરતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન દીપડો યુવકની પકડમાંથી મુક્ત થવાના ઘણા પ્રયાસ કરે છે. જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુ ઘણા લોકો હાજર હતા અને તે તમામ લોકો ઊભા રહીને આ તમામ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા.

પરંતુ ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિએ યુવકને દીપડાને હેરાન કરતા રોક્યો નહીં. વીડિયોમાં લખેલી લાઈનમાં જણાવવામાં આવ્યું છે કે દીપડાનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈપણ માહિતી સામે આવી નથી. જંગલના પ્રાણીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર થતા જોઈને ઘણા લોકો ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયા છે અને યુવક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે દીપડો વૃદ્ધ અને ઇજાગ્રસ્ત હતો. વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે આમાં જાનવર દીપડો નહીં પરંતુ લાલ ટીશર્ટ પહેરીને ઉભેલો યુવક છે. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કોમેન્ટ બોક્સમાં એક વ્યક્તિએ તો કોમેન્ટ કરી કે, પ્રાણીઓએ ત્યારથી ટીશર્ટ પહેરવાનું શરૂ કરી દીધું. જ્યારે ઘણા લોકો આ યુવક સામે કડકના કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરી રહ્યા છે. વીડિયો જોઈને તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "તમે જ કહો આ બંનેમાંથી જાનવર કોણ..? ઘાયલ થયેલા દીપડાનો પગ અને પૂંછડી પકડીને યુવકે એવી હરકત કરી કે… વીડિયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*