આ વ્યક્તિએ દીકરીની છેડતી કરી તો, માતાએ ગુસ્સામાં આવીને ધારદાર વસ્તુ વડે વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ… જાણો સમગ્ર ઘટના…

Published on: 12:58 pm, Mon, 5 December 22

આજે આપણે ઘણા સમય પહેલા બનેલી એક ચોકાવનારી ઘટના વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને બધાને ખબર હશે કે દેશમાં દિવસેને દિવસે યુવતીઓની અને સગીરાઓની સાથે છેડતીઓની અને તેમના જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. અત્યાર સુધીમાં ઘણી માસુમ યુવતીઓ હવસખોરો શિકાર બની હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.

આ ઘટનામાં એક દીકરી પર એક વ્યક્તિ નજર બગાડે છે. ત્યારે તેની માતા રણચંડી બનીને યુવક સાથે કંઈક એવું કરે છે કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ઘણા સમય પહેલા ઉત્તરપ્રદેશના મહુવાગંજ લખીમપુર ખેરીમાંથી સામે આવી હતી.

અહીંની સ્થાનિક પોલીસને માહિતી મળી હતી કે, એક મહિલાએ ધારદાર વસ્તુ વડે એક યુવકનો પ્રાઇવેટ પાર્ટ શરીરથી અલગ કરી નાખ્યો છે. મહિલાનો આરોપ હતો કે યુવક તેની પુત્રી સાથે છેડતી કરતો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલે છે અને મહિલાની ફરિયાદના આધારે પોલીસ યુવક પર છેડતીનો ગુનો નોંધે છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગામમાં એક મહિલા પોતાની 12 વર્ષની દીકરી અને 14 વર્ષના દીકરા સાથે રહે છે. ત્યારે કમલાપુર શિવ કોલોની માં રહેતો 45 વર્ષીય હરિશંકર નામનો વ્યક્તિ રાત્રિના સમયે મહિલાના ઘરે આવ્યો હતો. મહિલા હરીશંકરને ઓળખતી હતી તેથી તે તેના ઘરે જ રોકાયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા અને હરીશંકર વચ્ચે પ્રેમ સંબંધો હતા. ત્યારે બીજા દિવસે સવારે મહિલા અને હરીશંકર વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થઈ જાય છે. મહિલાનો આરોપ હતો કે હવસખોર હરીશંકર તેની દીકરી સાથે ન કરવાનું કરતો હતો. આ વાતનો જ્યારે મહિલાએ વાંધો ઉઠાવ્યો ત્યારે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.

હરીશંકર મહિલાની વાત સાંભળતો નથી ત્યારે ગુસ્સામાં ભરાયેલી મહિલા ધારદાર વસ્તુ વડે હરિશંકર ના પ્રાઇવેટ પાર્ટ પર પ્રહાર કરે છે. આ ઘટનામાં હરિશંકર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હરીશંકર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિએ દીકરીની છેડતી કરી તો, માતાએ ગુસ્સામાં આવીને ધારદાર વસ્તુ વડે વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ… જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*