એ દોસ્તી હમ નહીં છોડેંગે..! લગ્નમાંથી હાજરી આપીને ઘરે જઈ રહેલા 3 મિત્રો સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે…ત્રણેયના એકસાથે દર્દનાક મોત…

Published on: 12:01 pm, Wed, 14 December 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ મિત્રના લગ્નમાં હાજરી આપીને ઘરે જઈ રહેલા ત્રણ મિત્રોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં ત્રણેય મિત્રોએ એક સાથે પોતાના જીવ ગુમાવ્યા છે. આ ગંભીર અકસ્માતની ઘટના બિહારના છાપરામાંથી સામે આવી રહી છે. ત્રણેયના મૃત્યુ બાદ ત્રણેયના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ અકસ્માતની ઘટનામાં 24 વર્ષીય આયુષી સિંહ, 24 વર્ષીય નીરજ કુમાર અને 22 વર્ષીય ઉત્તમ કુમાર નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

ત્રણેય યુવકો પોતાના લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા. લગ્ન પૂરા થયા બાદ ત્રણેય મિત્રો બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં આવી રહેલા એક બેકાબુ ટ્રકે તેમની બાઈક અને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં ત્રણેય મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

અકસ્માતાની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને યોગ્ય કાર્યવાહી કરીને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને મૃતકોના પરિવારજનોએ જણાવ્યું કે, ત્રણેય યુવકો ખૂબ જ સારા મિત્ર હતા. તેઓ પોતાના એક મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે મસુરિયા ગામ ગયા હતા. લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા ટ્રક ચાલકે તેમની બાઈકની ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય મિત્રોએ એક સાથે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના મંગળવારના રોજ મોડી રાત્રે બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ત્રણેયના મૃતદેહને પોતપોતાના પરિવારજનોને સોંપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ દોસ્તી હમ નહીં છોડેંગે..! લગ્નમાંથી હાજરી આપીને ઘરે જઈ રહેલા 3 મિત્રો સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે…ત્રણેયના એકસાથે દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*