દીકરીએ પોતાની 50 વર્ષની માતા માટે કંઈક એવું કામ કર્યું કે…આખો કિસ્સો વાંચીને આંખોમાં આંસુ આવી જશે…

Published on: 12:31 pm, Wed, 14 December 22

મિત્રો હાલમાં સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક માં અને દીકરીની અનોખી કહાનીની ચર્ચાઓ ચારેબાજુ ચાલી રહી છે. દીકરીએ પોતાની 50 વર્ષની માતા માટે કંઈક એવું કામ કર્યું છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

તો ચાલો આ કિસ્સાને લઈને વિગતવાર વાત કરીએ. પતિના મૃત્યુ બાદ મહિલા ઘણા લાંબા સમયથી એકલી રહેતી હતી. પરંતુ મહિલાની દીકરીએ તેના બીજા લગ્ન કરાવીને મહિલાના એકલવાયા જીવનમાં ખુશીઓ ભરી દીધી છે. દીકરીએ પોતાની 50 વર્ષની માતાના બીજા લગ્ન કરાવ્યા છે.

દીકરીનું નામ દેબર્તી ચક્રવર્તી અને માતાનું નામ મૌસુમી ચક્રવર્તી છે. બંને મૂળ મેઘાલયની રાજધાની શિલોંગના રહેવાસી છે. દેબર્તી ચક્રવર્તી જણાવ્યું કે તેના પિતા એક પ્રખ્યાત ડોક્ટર હતા. નાની ઉંમરમાં બ્રઈન હેમરેજના કારણે તેના પિતાનું દર્દનાક મોત થયું હતું. ત્યારે માતાની ઉંમર 25 વર્ષની હતી અને મારી ઉંમર બે વર્ષની હતી.

વધુમાં દીકરીએ વાત કરતા જણાવ્યું કે, પિતાના મૃત્યુ બાદ હું અને માતા બંને મામાના ઘરે રહેવા લાગ્યા હતા. તેની માતા શિક્ષિકા છે. દીકરીએ વધુમાં જણાવ્યું કે હું હંમેશા ઇચ્છતી હતી કે મારી માતા એક જીવનસાથી શોધે. પણ માતા દીકરીને કહેતી હતી કે હું લગ્ન કરીશ તો તારું શું થશે.

દીકરીને પોતાની માતાને બીજા લગ્ન કરાવવા માટે મનાવવામાં ઘણો સમય લાગ્યો હતો. પેલા દીકરી એ માતાની કોઈની સાથે મિત્રતા કરાવી. ત્યારબાદ બંને ધીમે ધીમે મિત્ર બની ગયા અને ત્યાર પછી દીકરીએ બંનેના લગ્ન કરાવ્યા હતા. દીકરીએ પોતાની માતાના લગ્ન પશ્ચિમ બંગાળના સ્વપન નામના વ્યક્તિ સાથે કરાવ્યા હતા.

બંનેની ઉંમર 50 વર્ષની છે. સ્વપનના આ પહેલા લગ્ન છે. દીકરીએ કહ્યું કે માતાના લગ્ન બાદ તેનું જીવન ઘણું બધું બદલાઈ ગયું છે હવે તે ખૂબ જ ખુશ રહે છે. પેલા મારી માતા દરેક લોકો પર ચિડાઈ જતી હતી હવે તે ખૂબ જ સારું જીવન જીવી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરીએ પોતાની 50 વર્ષની માતા માટે કંઈક એવું કામ કર્યું કે…આખો કિસ્સો વાંચીને આંખોમાં આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*