એક સાથે બે મિત્રોની ઉઠી અર્થી : વડનગર પાસે વાહન અને બાઈક વચ્ચે થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 મિત્રોના કરૂણ મૃત્યુ…

Published on: 12:10 pm, Sun, 9 January 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડનગર પાસે આવેલા શેખપુર નજીક રાત્રીના સમયે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી મુજબ એક વાહન ચાલકે બાઈક પર સવાર બે મિત્રોને જબરદસ્ત ટક્કર લગાવી હતી એના કારણે બંને મિત્રોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થઈ ગયા હતા. વાહનચાલક ઘટનાસ્થળે વાહન મૂકીને ફરાર થઇ ગયો હતો. બંનેના મૃત્યુ થતાં બંનેના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વડનગર તાલુકાના શેખપુર ગામના ઠાકોર સંજયજી માનસંધજી અને સિપોર ગામના ઠાકોર કલ્પેશજી જહાજી આ બંને મિત્રો ખેરોલ પાસે આવેલી જીઆઇડીસીમાં સાથે નોકરી નોકરી કરે છે.

મળતી માહિતી અનુસાર જ્યારે બંને મિત્રો બાઇક લઇને નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે GJ 02 DE 9947 નંબરના એક વાહનચાલકે તેમની બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

અકસ્માતના કારણે બંને યુવાનો રોડ પર પડ્યા હતા અને તેના કારણે બંનેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. ઘટના બન્યા બાદ વાહનચાલક ઘટના સ્થળે જ વાહન મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ઠાકોર કલ્પેશજીને એક દોઢ વર્ષની બાળકી છે. અકસ્માતમાં પિતાનું મૃત્યુ થતાં બાળકી પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક સાથે બે મિત્રોની ઉઠી અર્થી : વડનગર પાસે વાહન અને બાઈક વચ્ચે થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 મિત્રોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*