ભારે વરસાદ ના એંધાણ વચ્ચે કપાસના ભાવ માં જોરદાર ઉછાળો,જાણો કપાસના લેટેસ્ટ ભાવ

Published on: 12:21 pm, Sun, 9 January 22

હાલમાં સારી ક્વોલિટીના કપાસના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ કપાસના ભાવમાં 20 થી 25 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં કપાસની આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે કપાસના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે.

હાલ કપાસનો ભાવ 2250 રૂપિયાને પાર થઈ ગયો છે અને સૌરાષ્ટ્રના રાજકોટ એ.પી.એમ.સી માં કપાસના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે.

કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 10100 અને સરેરાશ ભાવ 9175 રૂપિયા છે. અમરેલીના સાવરકુંડલામાં કપાસનો મહત્તમ ભાવ 10125 રૂપિયા અને સરેરાશ ભાવ 8563 રૂપિયા છે.

અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2075 રૂપિયા અને સરેરાશ 1965 રૂપિયા થયો છે. પાટણમાં ઘઉં નો મહત્તમ ભાવ 2070 રૂપિયા અને સરેરાશ 1985 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 2095 રૂપિયા અને સરેરાશ 1900 રૂપિયા નોંધાયો છે.દહેગામ માં બાજરાનો મહત્તમ ભાવ 2020 રૂપિયા અને સરેરાશ 1922 રૂપિયા નોંધાયો છે.રાજકોટ માં બાજરાનો મહત્તમ ભાવ 2100 રૂપિયા અને સરેરાશ 1900 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારે વરસાદ ના એંધાણ વચ્ચે કપાસના ભાવ માં જોરદાર ઉછાળો,જાણો કપાસના લેટેસ્ટ ભાવ"

Leave a comment

Your email address will not be published.


*