બે મિત્રો રમતા-રમતા પાણીથી ભરેલા ખાડામાં ડૂબી ગયા, એક સાથે બંને મિત્રોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 2:04 pm, Tue, 9 August 22

હાલમાં બનેલી એક દર્દનાથ ઘટના સામે આવી છે. જયપુરમાં આજરોજ સવારે બે બાળકોના મૃતદે મળી આવતા ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. બંને બાળકોના મૃતદેહ ઘર પાસેના ખાલી પ્લોટના ખાડામાંથી મળી આવ્યા હતા. એક સાથે બે બાળકોના મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.

રમતા રમતા પાણીથી ભરેલા ખાડામાં બંને બાળકો ડૂબી ગયા હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર બંને બાળકો સોમવારે બપોરે 3:00 વાગ્યાની આસપાસ ગુમ થયા હતા. ત્યારબાદ પરિવારના લોકોએ બંનેની શોધખોળ શરૂ કરી હતી.

બંનેનો કોઈ પતો ન લાગ્યો તેથી પરિવારના લોકોએ સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આજરોજ વહેલી સવારે મૃતદેહ જોઇને સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ ઘટના બન્યા બાદ બાળકોને શોધી રહેલા પરિવારના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

મૃત્યુ પામેલા બાળકની ઓળખ આંશુ અને ચંદન તરીકે થઈ હતી. બંને બાળકોની ઉંમર 12 વર્ષની હતી. બંને બાળકો એક જ કોલોનીમાં રહેતા હતા અને બંને ખૂબ જ સારા મિત્ર પણ હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે બંને હંમેશા સાથે રહેતા હતા. બંને બાળકોના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

બંને બાળકોને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ચંદન અને આશુ બંને ખૂબ જ સારા મિત્રો હતા. કોલોનીમાં એક પ્લોટ માં કાંઈક કામ ચાલી રહ્યું હતું. અહીં jcb વડે ખાડો ખોદવામાં આવ્યો હતો. ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું.

આશુ અને ચંદન બંને પ્લોટમાં રમી રહ્યા હતા. આ દરમિયાન આકસ્મિત રીતે બંને પાણીમાં પડી ગયા હતા. પાણીમાં ડૂબી જવાના કારણે બંનેના મૃત્યુ થયા હતા. આંસુ અને ચંદન બંનેના ઘર એકબીજાની સામે છે. આ ઘટના ઘરથી લગભગ 500 મીટર દૂર બની હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે મિત્રો રમતા-રમતા પાણીથી ભરેલા ખાડામાં ડૂબી ગયા, એક સાથે બંને મિત્રોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*