સુરતમાં 8 મહિનાની દીકરીની માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, માસુમ દિકરીએ માતાની છત્રછાયા ગુમાવી…

Published on: 1:25 pm, Tue, 9 August 22

ગુજરાતમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહે છે. ત્યારે સુરત શહેરમાં બનેલી વધુ એક જીવ ટુંકાવાની ઘટના સામે આવી છે. સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ મૃતક મહિલાના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મહિલાના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા.  તેને આઠ મહિનાની દીકરી પણ છે. મળતી માહિતી અનુસાર મહિલા છેલ્લા ઘણા સમયથી સતત માનસિક તણાવમાં રહેતી હતી. તેના કારણે તેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલી મહિલાનું નામ રાજકુમારી રાજેશકુમાર સાહની હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. રાજકુમારી ઉમા નગરમાં રહેતી હતી હાલમાં તેવું સામે આવ્યું છે.

લગભગ દોઢ વર્ષ પહેલા રાજકુમારી ના લગ્ન થયા હતા. રાજકુમારી ને આઠ મહિનાનો દીકરો છે. રાજકુમારી ના પતિ એક પેઇન્ટર છે. સમગ્ર ઘટનાને લઈને રાજકુમારીના જીવ ટુંકાવાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી રાજકુમારીના ભાઈ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા જ તે બિહારથી આવ્યો છે.

રાજકુમારી ના ભાઈ એ જણાવ્યું કે મારી બહેન દીકરીના જન્મ બાદ અશક્ત રહેવા લાગી હતી જેના કારણે તે ખૂબ જ માનસિક તનાવવામાં આવી ગઈ હતી. મારી બેનનું જીવ ટૂંકાવા પાછળનું કારણ માનસિક તણાવ હોઈ શકે છે.

રાજકુમારી ના ભાઈ એ જણાવ્યું કે આ પગલું ભરવા પાછળનું બીજું કોઈ કારણ હોય એવું અમને લાગતું નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી છે. પરિવારના સભ્યો વિચારમાં પડી ગયા છે કે રાજકુમારીએ આ પગલું શા માટે ભર્યું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં 8 મહિનાની દીકરીની માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, માસુમ દિકરીએ માતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*