ગુજરાતમાં 11 વર્ષના બાળકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

Published on: 5:51 pm, Tue, 12 September 23

હાલમાં સોશિયલ મીડિયા પર હાર્ટએટેકના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી નાની વયે હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવોને પ્રમાણે ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને 20 થી 40 વર્ષની વયના વચ્ચે વ્યક્તિઓને હાર્ટએટેક આવતા મૃત્યુને ભેટયાના બનાવો તાજેતરમાં બહાર આવ્યા હતા.

આ દરમિયાન ભાણવડ પંથકમાં માત્ર 11 વર્ષના બાળકને એટેક આવવાનું બહાર આવતા ઘેરા શોકની લાગણી પસરી જવા પામી છે. ભાણવડ ના વિજયપુર ગામે 11 વર્ષના બાળકને વહેલી સવારે હાર્ટએટેકનો જોરદાર હુમલો આવતા સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે.

સગર જ્ઞાતિના બાળકના મોતથી વિજયપુર ગામમાં શોક છવાઈ ગયો છે. વિગતવાર જાણીએ તો ભાણવદ થી ત્રણ કિલોમીટર દૂર બરડા ડુંગર ની ગોદમાં વિજયપુર ગામે વસવાટ કરતા 11 વર્ષની વયનો દુષ્યંત ઘનશ્યામભાઈ પીપ્રોતર વહેલી સવારે પોતાના ઘરે નીંદર માંથી ઉઠીને પેશાબ કરવા ગયો હતો.

ત્યારબાદ તે ઘરમાં પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અચાનક ઢળી પડ્યો હતો. જેને પગલે પરિવારના લોકો તેને ગંભીર હાલતમાં ભાણવડ ખાતે દવાખાને લઈ આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા કાળો કલ્પાત મચી ગયો હતો. બાળકના માતા-પિતાના આક્રદથી સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ હતી,

આ બનાવની તપાસ હાથ ધરતા બાળ વિદ્યાર્થી દુષ્યંત ઘનશ્યામભાઈ પીપરોતર છઠ્ઠા ધોરણમાં વિજયપુર ગામમાં જ અભ્યાસ કરી રહ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી નાની વયે હાર્ટ એટેકના કારણે મૃત્યુના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે. જામનગરમાં તાજેતરમાં ત્રણથી ચાર બનાવ બહાર આવ્યા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવાન વયે હાર્ટ એટેકથી મૃત્યુ થયાના જુદા જુદા બનાવ છેલ્લા બે ત્રણ મહિનામાં બહાર આવ્યા હતા.

જેના કારણે ચિંતાની લાગણી વધી હતી,આ દરમિયાન ભાણવડના વિજયપુર ગામમાં માત્ર 11 વર્ષની વય ધરાવતા બાળકને હાર્ટ અટેકનો હુમલો આવતા મૃત્યુ નીપજિયાના બનાવે પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતમાં 11 વર્ષના બાળકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…"

Leave a comment

Your email address will not be published.


*