ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વર્ચસ્વમાં વધારો, એક સાથે આટલા હજાર લોકો જોડાયા AAPમાં…

97

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સારી એવી ટક્કર આપી શકે છે.

જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે અલગ અલગ જિલ્લાઓ, ગામડાઓ અને શહેરોમાંથી દિવસેને દિવસે ભાજપ અને કોંગ્રેસની કંટાળેલા લોકો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે.

તેમજ દિવસેને દિવસે મોટી સંખ્યામાં બીજા અન્ય લોકો પણ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી, ઈશુદાન ગઢવી, પ્રવિણ રામ, વિજય સુવાળા, યોગેશ જાદવાણી વગેરે નેતાઓ અલગ-અલગ ગામડાઓમાં જઇને ગામડાંના લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી રહ્યા છે.

તેવામાં બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ખોડા અને આકોલી ગામમાં આમ આદમી પાર્ટીનો જન સંવેદના મુલાકાત નો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ખોડા અને આકોલી ગામના 1000થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભીમાભાઇ ચૌધરી, વિજય સુવાળા, સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, જિલ્લા પ્રમુખ પ્રશાંતભાઈ, તાલુકા પ્રમુખ દાદુજી ઠાકોર હાજરીમાં હજારથી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આ ઉપરાંત કોરોના થી અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દિવસેને દિવસે પોતાનો ગઢ મજબૂત કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!