ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી રહી છે ત્યારે થોડાક દિવસો પહેલા જ સુરતના જાણીતા બિઝનેસમેન મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ અને પાટીદાર અનામત આંદોલનના હાર્દિક પટેલના સાથી એવા નિખિલ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે.
આ ઉપરાંત નિખીલ સવાણીએ ગુજરાતના આમ આદમી પાર્ટીના સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ સાથે ચર્ચા કરી હતી. મળતી માહિતી મુજબ નિખિલ સવાણી બંધ બારણે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
નિખિલ સવાણી આમ આદમી પાર્ટીના નેતા ઇશુંદાન ગઢવી, ગુજરાત પ્રભારી ગુલાબ સિંહ યાદવ અને મનોજ સોરઠીયા ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
નિખિલ સવાણી આમ આદમી પાર્ટીના જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસમાં મહત્વ નહિ મળતું હોવાનો આક્ષેપ પણ લગાવ્યા હતા. નિખિલ સવાણી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વિશ્વાસુ ગણાય છે.
આ ઉપરાંત નિખીલ સવાણીએ કોંગ્રેસમાં હાર્દિક પટેલની અવગણના નો આક્ષેપ પણ કર્યો હતો. નિખિલ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાતા કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસને આ ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.