રાજકારણ માં જોડવા મુદ્દે અલ્પેશ કથીરિયાએ આપ્યું મહત્વનું નિવેદન – શું જોડાશે કથીરીયા રાજકારણમાં?

121

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથેરિયા આજરોજ જેલમાંથી મુક્ત થયા છે. અલ્પેશ કથીરિયા જેલમાંથી મુક્ત થતા રાજકારણ ગરમાયુ છે. અને હવે આગામી સમયમાં કેવી રણનીતિ કરવી તેને લઈને સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક કરશે.

અને અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે આ મુદ્દા પર આગળ નિર્ણય લેવામાં આવશે. PAAS ના નેતા અલ્પેશ કથેરિયા છેલ્લા કેટલાક સમયથી સુરતના લાજપોર જેલમાં હતા એવો આજે જેલમાંથી મુક્ત થયા છે.

ત્યારે તેમને મળવા માટે જેલની બહાર અનેક રાજકીય પક્ષોના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને કોંગ્રેસના મહિલા આગેવાન ગીતા પટેલ અલ્પેશ કથિરિયા નું સ્વાગત કરવા માટે લાજપોર જેલ પહોંચ્યા હતા. ઉપરાંત અલ્પેશ કથેરિયા ના સમર્થકો પણ જેલની બહાર પહોંચ્યા હતા.

જેલમાંથી મુક્ત થતા અલ્પેશ કથિરિયાએ કહ્યું કે આટલા સમય બાદ બહાર આવ્યો છું. ત્યારે સામાજીક રીતે તમામ લોકોને મળીને ત્યારબાદ અમે આગળની રણનીતી ના મુદ્દા પર ચર્ચા કરીશું આ ઉપરાંત તેમને દરેક નો આભાર માનતા દરેક તમારા શહેર ભાઈબંધું છે તેવું જણાવ્યું હતું.

આ ઉપરાંત AAP ના કોર્પોરેટરો પણ અલ્પેશ કથીરિયા ના સ્વાગત માટે પણ પહેલી બાર રાહ જોઈ રહ્યા હતા. આમ આદમી પાર્ટીના સૌથી યુવા કોર્પોરેટર પાયલ પટેલ અને ડોક્ટર કિશોર રુપારેલીયા તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા.

અલ્પેશ કથીરિયા અને રાજકારણ અંગે સવાલો પૂછવામાં આવે ત્યારે તેમને કહ્યું કે આગામી સમયમાં તમામ કાર્યકર્તાઓ અને સમાજ ને ધ્યાનમાં રાખીને આ અંગે આગામી સમયમાં રણનીતિ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.