ભાજપના નવા સંભવિત મુખ્યમંત્રીના નામ કોંગ્રેસ દ્વારા કરાયા જાહેર, જાણો વિગતે.

Published on: 6:06 pm, Mon, 19 July 21

છેલ્લા કેટલાક સમયથી દેશમાં રાજકીય પક્ષો વચ્ચે ઊથલપાથલ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે છેલ્લા દિવસોમાં MP ના મુખ્યમંત્રી બદલવાની વાત કરી છે. એટલું જ નહીં તેમણે રવિવારે ટ્વિટ કરીને કહ્યું કે MP ના મુખ્યમંત્રી બદલવામાં આવી શકે છે.

ત્યારે દેશની જનતાએ સમભાવી નામો વિશે પણ પૂછ્યું હતું. આ ઉપરાંત સાથે કહ્યું કે જો તમે નહીં આવો તો હું સોમવારે બતાવી દઈશ. આ ઉપરાંત દિગ્વિજય પોતાના ટ્વિટમાં બે નામ નો પણ ઉલ્લેખ કર્યો હતો.

નામ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો આજે તેમને પોતાની ટ્વિટર એકાઉન્ટમાં ટ્વીટ લખ્યું કે મધ્યપ્રદેશ ભાજપમાં હવે મુખ્યમંત્રી માટે બે ઉમેદવારો રહ્યા છે.

મોદીના ઉમેદવારો પહલાદ પટેલ અને સંઘના ઉમેદવાર બીડી શર્મા. મને બાકીના ઉમેદવારો પ્રતિ મારી સહાનુભૂતિ છે. આ ઉપરાંત તેમણે લખ્યું કે મામા નું નક્કી.

દિગ્વિજય સિંહ નું આ ટ્વીટ્ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. વધુમાં જણાવીએ તો આ ચર્ચા તેમણે એક દિવસ પહેલા જ કરી હતી. આ ઉપરાંત તેમને દાવો પણ કર્યો હતો કે ટૂંક જ સમયમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બદલાઈ શકે છે.

આ ઉપરાંત તેમણે રવિવારે આ મુદ્દા પર ટ્વિટ કરી અને સોમવારે સંભવિત દાવેદારો ના નામ પણ જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના બાદ ભાજપના કોઇ પણ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.