યુવકે માથા પર 2 LPG સિલિન્ડર અને હાથમાં તિરંગો લઈને, એક અનોખા અંદાજમાં સલામી આપી – વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે…

Published on: 5:52 pm, Mon, 15 August 22

આજરોજ 15 મી ઓગસ્ટના દિવસે દેશના લોકો આઝાદીની ઉજવણી કરી રહ્યા છે. તમે સોશિયલ મીડિયામાં આજે આઝાદીની ઉજવણી કરતા ઘણા લોકોના વાઇરલ વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક યુવકનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક પોતાના હાથમાં તિરંગો પકડેલો છે અને પોતાના માથા ઉપર 2 LPG ગેસ સિલિન્ડર મુક્યા છે.

આ યુવક નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ યુવકનો દેશ પ્રેમ જોઈને કેટલાક લોકોની આંખો ભીની થઈ ગઈ છે અને કેટલાક લોકો આ યુવકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવકે પોતાના માથા ઉપર બે એલપીજી ગેસ સિલિન્ડર મૂક્યા છે.

યુવકના હાથમાં દેશનો તિરંગો દેખાઈ રહ્યો છે. સાથે સાથે યુવક “માતુજે સલામ” ગીત ગાઈ રહ્યો છે. માથા ઉપર બે ગેસ સિલિન્ડર મૂકીને આ યુવક એક અનોખા અંદાજમાં સલામી આપે છે. હાલમાં આ યુવક નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ઘણા લોકો આ યુવકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને કેટલાક લોકો કહી રહ્યા છે કે માથા પર સિલિન્ડર મુકવાનો શું ફાયદો? ટેલેન્ટ ની વાત આવે ત્યારે આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ હોય છે. આપણા દેશમાં ટેલેન્ટ ની કોઈ પણ કમી નથી, તમે આ વિડીયો જોઈને અંદાજ લગાવી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Praveen Prajapat (@praveen_prajapat1)

આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર praveen_prajapat1 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 85 હજારથી પણ વધારે લોકો એ વીડિયોને પસંદ કર્યો છે. કોમેન્ટ બોક્સમાં લોકો યુવકના વખાણ કરતા થાકતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "યુવકે માથા પર 2 LPG સિલિન્ડર અને હાથમાં તિરંગો લઈને, એક અનોખા અંદાજમાં સલામી આપી – વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*