આ વર્ષે એપ્રિલ મહિનાને તમામ રેકોર્ડ તોડી લીધા છે. ગુજરાતના પાંચ શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો અને જ્યારે એપ્રિલ મહિનાનો અંત છે ત્યારે કેરળ, ઉટી, માથેરાન અને બેંગ્લોરના કેટલાક ભાગોમાં પણ એપ્રિલ મહિનામાં કાળજાળ ગરમી પડી છે
અને મે મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે તો ચાલો આપણે જોઈએ.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી તમને જણાવીએ તો નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગર નો ભેજ એકત્રિત થશે
તેવું તેઓએ પહેલા જણાવ્યું હતું અને એપ્રિલના અંતિમ દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન થઈ જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતા છે
અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.આ સાથે તેમને મે મહિનામાં દેશમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે તેવું પણ જણાવ્યું છે અને 10 થી 14 મે માં આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રિ મોન્સુન એક્ટિવિટી રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમી નું પ્રમાણ એપ્રિલના અંતમાં તથા મે મહિના દરમિયાન વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment