રાખડી બાંધીને ઘરે પરત ફરી રહેલા બાઈક સવાર પરિવારને ટ્રકે લીધા અડફેટેમાં, માતા અને દીકરાનું મૃત્યુ… એક સાથે માતા અને દીકરાની અડધી ઉઠતા આખું ગામ ઈબકે ચડ્યું…

Published on: 5:28 pm, Mon, 15 August 22

હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં માતા અને દીકરાએ એક સાથે પોતાનો જીવ ગુમાવ્યો છે. મોડી સાંજે એક ઝડપી ટ્રકે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર માતા અને દીકરાનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ગંભીર અકસ્માતની ઘટના ઉન્નાવના આસિવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અકસ્માતની ઘટનામાં માસુમ દિકરી અને ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એક જ દિવસે માતા અને દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઉદશાહ ગામના રહેવાસી 21 વર્ષીય અમન, 30 વર્ષીય તેની બેન ક્રાંતિ, 12 વર્ષીય ભત્રીજો રાજવંશ અને 3 વર્ષીય ભત્રીજી આશિકા તેના ગામ જીરકપુર થાણા બાંગરમૌ જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં તેમની બાઇકને પુરપાડ ઝડપે જઈ રહેલા ટ્રકે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર તમામ લોકો ફંગોળાઈને રોડ પર પડ્યા હતા. આ ઘટનામાં ટ્રક ચાલકે કાંતિ અને તેના દીકરા વંશને કચડી નાખ્યા હતા.

આ ઉપરાંત અમન અને આશિકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં ક્રાંતિ અને તેના દીકરા વંશનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે અમન અને આશિકાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. કાંતિના પતિએ જણાવ્યું કે, કાંતિ તેના બાળકો સાથે રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે તેના પિયરમાં ગઈ હતી. તે પાછી આવતી હતી ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાખડી બાંધીને ઘરે પરત ફરી રહેલા બાઈક સવાર પરિવારને ટ્રકે લીધા અડફેટેમાં, માતા અને દીકરાનું મૃત્યુ… એક સાથે માતા અને દીકરાની અડધી ઉઠતા આખું ગામ ઈબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*