ઈન્સ્પેક્ટરના દીકરાને પોતાના મિત્રો સાથે રૂપિયાની લેવડ-દેવડ લઈને ઝઘડો થઈ ગયો, મિત્રએ ઈન્સ્પેક્ટરના દીકરાનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 5:46 pm, Tue, 5 July 22

હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મિત્રોએ મળીને ઇન્સ્પેક્ટરના દીકરાનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગોરખપુરમાં બની હતી. અહીં એક પાર્ટી દરમિયાન ઇન્સ્પેક્ટરના દીકરાને તેના મિત્રો સાથે વિવાદો થઈ ગયા હતા. ત્યારબાદ મિત્ર ઇન્સ્પેક્ટરના દીકરા ઉપર ગોળી ચલાવી છે. આ કારણોસર ઇન્સ્પેક્ટરનો દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

સમગ્ર ઘટના સોમવારના રોજ રાત્રિના સમયે બની હતી. ઇન્સ્પેક્ટરના દીકરાને લગભગ 12:30 વાગ્યાની આસપાસ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને લખનઉ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં આજરોજ સારવાર દરમિયાન ઇન્સ્પેક્ટરના દીકરાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર બાલિયાના રહેવાસી રમાકાંત સિંહ પોલીસ વિભાગમાં ઇન્સ્પેક્ટર છે. તેઓ ગોરખપુરના તિવારીપુર વિસ્તારમાં પરિવાર સાથે ભાડાના મકાનમાં રહે છે. તેમનો 32 વર્ષીય દીકરો રોહિતસિંહની અલીનગર ચોકડી પાસે રહેતા છોકરાઓ સાથે મિત્રતા હતી. સોમવારના રોજ રાત્રે રોહિતસિંહ પોતાના મિત્ર કાજન મિશ્રા, પ્રદીપસિંહ અને શૈલેન્દ્ર યાદવને મળવા માટે ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, આ બધા મળીને દારૂ પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન રોહિતને તેના મિત્રો સાથે બે લાખ રૂપિયાની લેવડ-દેવડને લઈને ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે કાજને પિસ્તોલ કાઢી અને રોહિત પર ગોળી ચલાવી દીધી હતી. આ ઘટનામાં રોહિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ રોહિતના મિત્રો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકોએ આ ઘટનાની જાણ રોહિતના પરિવારજનોને કરી હતી. રોહિતના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે લખનઉની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ત્યારે આજરોજ સારવાર દરમિયાન રોહિતનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. રોહિતના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે રોહિતના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે રોહિતની પરિવારની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઈન્સ્પેક્ટરના દીકરાને પોતાના મિત્રો સાથે રૂપિયાની લેવડ-દેવડ લઈને ઝઘડો થઈ ગયો, મિત્રએ ઈન્સ્પેક્ટરના દીકરાનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*