ભાવનગરમાં પાણીના ટાંકામાં ઉતરેલા ફાયરમેનને સાથે બન્યું એવું કે, ફાયરમેનનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના વિગતવાર..

Published on: 5:13 pm, Tue, 5 July 22

ભાવનગરમાં બનેલી એક દુઃખ દાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાણીના ટાંકામાં ઉતરેલા એક ફાયરમેનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. ભાવનગરના નિલમબાગ બેંક ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફાયર ઓફિસર તરીકે નોકરી કરતો યુવક પાણીના ટાંકામાં ઉતર્યો હતો. આ દરમિયાન પાણીની ટાંકામાં રહેલી મોટરથી ઈલેક્ટ્રીક શોક લાગતા ફાયરમેન અને તાત્કાલિક 108 ની મારફત હતી.

સારવાર માટે ભાવનગરની સર.ર્ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ફાયરમેનના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર સરદારનગર પચાસ વારીયામાં રહેતા અને નીલમબાગ બેંકમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર હાયર ઓફિસર તરીકે નોકરી કરતા 25 વર્ષીય મયુરભાઈ દિનેશભાઈ માંડલિયાનું આ ઘટનામાં કરુણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર તેઓ ગઈકાલે બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ પોતાની નોકરી પર હતા. આ દરમિયાન મયુરભાઈ આશરે 12 ફૂટ ઊંડા અને 60000 લિટરની ક્ષમતા ધરાવતા પાણીના ટાંકામાં ઉતર્યા હતા. આ દરમિયાન પાણીના ટાંકાની મોટરના લીધે મયુરભાઈને જોરદાર ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો.

આ કારણોસર મયુરભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પાણીના ટાંકામાંથી મયુરભાઈને બહાર કાઢીને સારવાર માટે તાત્કાલિક 108ની મદદથી ભાવનગરની સર.ર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં હાજર ડોક્ટરે મયુરભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ મયુરભાઈના પરિવાર અને ફાયર વિભાગની ટીમમાં માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરમાં પાણીના ટાંકામાં ઉતરેલા ફાયરમેનને સાથે બન્યું એવું કે, ફાયરમેનનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના વિગતવાર.."

Leave a comment

Your email address will not be published.


*