આ નો સુધરે..! વાંદરાએ કુતરા સાથે એવી વાંદરાગીરી કરી કે કંટાળીને કૂતરો રડી પડ્યો…જુઓ વાયરલ વિડિયો…

Published on: 9:16 pm, Fri, 2 December 22

સોશિયલ મીડિયામાં પ્રાણીઓના દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર વાંદરાઓના ઘણા વિડીયો જોયા હશે. વાંદરા પોતાના રમુજી સ્વભાવમાં હંમેશા રહે છે. પરંતુ વાંદરો એક એવું પ્રાણી છે જે માનવ વસ્તીમાં આવતા જ ચીડાતો હોય છે અને લોકોને હેરાન પરેશાન કરી મૂકતો હોય છે.

આટલું જ નહીં પરંતુ વાંદરો જંગલમાં અન્ય પશુ અને પ્રાણીઓને પણ હેરાન કરી નાખતો હોય છે. તમે સોશિયલ મીડિયામાં વાંદરાની વાંદરાગીરીના ઘણા વાયરલ વિડીયો જોયા હશે. ત્યારે એક કૂતરાની સળી કરી રહેલા વાંદરાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક વાંદરો બે કુતરાઓને એટલા બધા હેરાન કરે છે કે બંને કુતરામાંથી એક કૂતરો રડવા લાગે છે. જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કૂતરો શાંતિથી ખૂણામાં બેસીને આરામ કરી રહ્યો છે ત્યારે અચાનક જ ત્યાં એક વાંદરો પહોંચી આવે છે.

વાંદરો ત્યાં આવીને આરામથી સુઈ રહેલા કૂતરાની સળી કરવાનું શરૂ કરી દે છે અને તેનો પગ ખેંચવાનો પણ શરૂ કરે છે. એટલું જ નહીં પરંતુ વાંદરો કુતરાના મોઢા ઉપર એક થપ્પટ પણ લગાવે છે. વાંદરો આ કૂતરાને એટલો બધો હેરાન કરે છે કે કૂતરો રડવા લાગે છે. પરંતુ છતાં પણ વાંદરો કૂતરાને મૂકતો નથી અને તેને હેરાન કરવાનું શરૂ રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Animal Power (@animals_powers)

વાંદરાનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર animals_powers નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા લોકો તો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ નો સુધરે..! વાંદરાએ કુતરા સાથે એવી વાંદરાગીરી કરી કે કંટાળીને કૂતરો રડી પડ્યો…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*