જન્મદિવસની ખુશીમાં માતમ..! મિત્રની બર્થડે પાર્ટી ઉજવવા ગયેલો 17 વર્ષનો યુવક કેનાલમાં ડૂબી ગયો, જાણો યુવક સાથે એવું તો શું થયું હશે…

Published on: 10:20 am, Sat, 3 December 22

ગુજરાતના છોટે ઉદયપુરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં કેનાલમાં ડૂબી જવાના કારણે એક 17 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જીવનના પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો પાવીજેતપુર તાલુકાના ચુડેલ ગામનો યુવક પોતાની મિત્રની બર્થ ડે પાર્ટી ઉજવવા માટે ડુંગર વાળાની નજીક આવેલા રાયપુર કેનાલ પાસે ગયો હતો.

બર્થ ડે પાર્ટી ઉજવતી વખતે યુવકનો શર્ટ પર કુવેચ લાગે છે. જેથી યુવક કેનાલમાં પોતાનો શર્ટ ધોવા માટે જાય છે. આ દરમિયાન યુવક નો પગ લપસે છે અને તે કેનાલમાં ડૂબવા લાગ્યો હતો, આ કારણોસર તેનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ પિયુષ શંકરભાઈ રાઠવા હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી.

મળતી માહિતી અનુસાર પાવી જેતપુર તાલુકાના ચુડેલ ગામના કેટલાક યુવાનો મિત્રની બર્થડે પાર્ટી ઉજવવા માટે ડુંગરવાટની નજીક આવેલી રાયપુર કેનાલ પાસે ગયા હતા. કેનાલ પાસે ખૂબ જ સારું કુદરતી સૌંદર્ય હોવાના કારણે મિત્રો ત્યાં ફોટોગ્રાફી કરી રહ્યા હતા અને મોજ મસ્તી કરી રહ્યા હતા. ત્યાર પછી બધા મિત્રો ભેગા મળીને બર્થડે પાર્ટી પર ઉજવી હતી.

આ દરમિયાન પિયુષના શર્ટ પર કુવેચ લાગી ગયું હતું જેના કારણે તેને ખુજલી થવા લાગી હતી. જેથી તે પોતાના શર્ટ પર લાગેલી કુવેચને ધોવા માટે શર્ટ કાઢીને ધીમે ધીમે કેનાલના કિનારે જાય છે. ત્યારે અચાનક જ શર્ટ ધોતી વખતે તેનો પગ લપસે છે અને તે કેનાલમાં પડી જાય છે. કેનાલમાં વહેતું પાણી હતું .

જેના કારણે પિયુષ વહેતા પાણીમાં તણાવવા લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ રાયપુર કેનાલને બંધ કરીને પિયુષની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન પિયુષનું મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ પિયુષ ના પરિવાર અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જન્મદિવસની ખુશીમાં માતમ..! મિત્રની બર્થડે પાર્ટી ઉજવવા ગયેલો 17 વર્ષનો યુવક કેનાલમાં ડૂબી ગયો, જાણો યુવક સાથે એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*