પ્રેમિકાને પામવા માટે યુવતીએ 12 લાખ રૂપિયાનો ખર્ચો કરીને છોકરો બની ગઈ, પરંતુ ત્યાર પછી પ્રેમિકાએ તેની સાથે કંઈક એવું કર્યું કે…

Published on: 4:16 pm, Sat, 21 January 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તમે પ્રેમ સંબંધના ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા હશે. પ્રેમમાં અમુક વખત ઘણા લોકો એવી એવી વસ્તુઓ કરતા હોય છે કે જે સાંભળીને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં ઝાંસીમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.

અહીં બે છોકરીઓ એકબીજાના પ્રેમમાં પડી હતી અને પછી બંને આજીવન સાથે રહેવાનું નક્કી કર્યું હતું. પ્રેમના પડ્યા બાદ બંને છોકરીઓ એકબીજાની સાથે રહેવા લાગી હતી. પછી બંનેમાંથી એક છોકરીએ પોતાનું લિંગ પરિવર્તન કરવાનું નક્કી કર્યું હતું. બંનેમાંથી એક છોકરી 12 લાખ રૂપિયાનો ખર્ચો કરીને લિંગ પરિવર્તન કરીને છોકરા બની ગયો. બધું બરોબર ચાલી રહ્યું હતું પરંતુ અચાનક જ બંને વચ્ચે કંઈક એવું થયું કે જાણીને તમે પણ ચોકી જશો.

મળતી માહિતી અનુસાર સોનલ નામની યુવતીએ પોતાના પ્રેમી સોહેલ ખાનને છોડી દીધો હતો જે લિંગ પરિવર્તન કરીને છોકરો બન્યો હતો. ત્યારબાદ સોહેલખાને ન્યાય મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. પ્રેમમાં પાગલ બનેલા સોહેલ ખાને કહ્યું કે, હું હંમેશા સોનલને ખૂબ જ પ્રેમ કરતો હતો. છોકરી માંથી છોકરો બનવાની સર્જરીમાં મેં લગભગ પાંચ વર્ષમાં 12 લાખ રૂપિયા હતા. મેં મારું શરીર પણ છોડી દીધું. તેને નોકરી મળી અને તેને મને છોડી દીધો. સોનલે મને કહ્યું કે તે કોઈ બીજાને પ્રેમ કરે છે.

સના ખાને લિંગ પરિવર્તન કરાવીને છોકરો બની હતી અને તેને પોતાનું નામ પછી સોહેલ ખાન કરી નાખ્યું હતું. વર્ષ 2016 માં સના ખાન જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ANM તરીકે કામ કરતી હતી. તે તેના વરિષ્ઠ મહિલા સ્ટાફ સાથે પ્રેમ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતી હતી. ત્યાં મકાન માલિકની દીકરી સોનલ સાથે સનાની મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી.

ધીમે ધીમે બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ત્યારબાદ બંને સાથે જીવવા મરવાના સોગંધ લીધા હતા. 10 ઓક્ટોબર 2017 ના રોજ સના ઘર ખાલી કરીને અન્ય જગ્યા પર રહેવા ચાલી ગઈ હતી. ચાર દિવસ બાદ સોનાલી પણ પોતાનું ઘર છોડ્યું હતું અને તે સના સાથે રહેવા ગઈ હતી. જેથી 14 સપ્ટેમ્બર 2017 ના રોજ સોનલના પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્યાર પછી સોનલે કહ્યું હતું કે તે સના સાથે રહેવા માંગે છે. 18 સપ્ટેમ્બર 2017ના રોજ કરાર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી હતી. ત્યારબાદ સોનલ અને તેના પરિવારના લોકોને સનાને લિંગ પરિવર્તન કરાવવા માટે અગ્રહ કર્યો હતો. ત્યારબાદ સનાએ પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું હતું. લિંગ પરિવર્તન કરાવ્યા બાદ સના સોહેલ ખાન બની ગઈ હતી.

ઓપરેશન કર્યા બાદ સ્વસ્થ થવા માટે સનાને એક મહિનાનો સમય લાગ્યો હતો. આ દરમિયાન સોનલ એક હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાં તેને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ તો સોનલના હવભાવ બદલાઈ ગયા હતા. સોનલ સોહેલને કહેવા લાગી હતી કે તે કોઈ બીજાને પ્રેમ કરે છે. સોહેલે જ્યારે તેને નોકરી છોડવાનું કહ્યું ત્યારે તેને નોકરી છોડવાની પણ ના પાડી દીધી હતી અને પછી એક દિવસ તે મને છોડીને જતી રહી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રેમિકાને પામવા માટે યુવતીએ 12 લાખ રૂપિયાનો ખર્ચો કરીને છોકરો બની ગઈ, પરંતુ ત્યાર પછી પ્રેમિકાએ તેની સાથે કંઈક એવું કર્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*