અંધશ્રદ્ધા..! મહિલાને ગર્ભવતી બનાવવા તાંત્રિકે મહિલાને એવી વસ્તુ ખવડાવી કે…હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…

Published on: 3:35 pm, Sat, 21 January 23

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આજના આધુનિક જમાનામાં હજુ પણ કેટલાક એવા લોકો છે. જેઓ મેલી વિદ્યા અને અંધશ્રદ્ધામાં માને છે. ઘણા લોકો અમુક વખત અંધશ્રદ્ધામાં એવું પગલું ભરતા હોય છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.

આ ઘટનામાં એક તાંત્રિકે કાળા જાદુની પ્રથાના ભાગરૂપે એક મહિલાને એવી વસ્તુ ખવડાવી કે સાંભળીને તમે પણ હચમચી જ હશો. મિત્રો તમને જણાવી દઈએ કે તાંત્રિકે મહિલાને ગર્ભવતી બનાવવા માટે માનવ હાડકાનો પાવડર બનાવીને મહિલાને ખવડાવ્યો હતો. મહિલાના સાસરિયાઓએ અને પતિએ પણ આ કાર્યમાં તાંત્રિકનો સાથ આપ્યો હતો.

આ હચમચાવી દેનારી ઘટના મહારાષ્ટ્રના પુણે માંથી સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓ સામે બે કેસ નોંધ્યા છે. પહેલા કેસમાં પીડીત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, 2019 માં લગ્ન સમયે તેના સાસરીયાઓએ દહેજની માંગણી કરી હતી.

જેમાં કેટલાક રોકડા રૂપિયા, સોના અને ચાંદીના દાગીના સામેલ હતા. બીજા કેસમાં પોલીસે મહિલાની ફરિયાદના આધારે, લગ્ન બાદ મહિલાને વિવિધ અંધશ્રદ્ધા પ્રવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી અને કાળા જાદુમાં પણ સામેલ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મહિલાના સાસરિયાઓએ તેના ઘરમાં કેટલીક અંધશ્રદ્ધા પ્રવૃત્તિઓ કરવા માટે દબાણ કર્યું હતું. આ ઉપરાંત અન્ય કેટલીક વિધિઓ કહીને મહિલાને જબરદસ્તી એક અજાણ્યા સ્મશાનમાં લઈ ગયા હતા. જ્યાં મહિલાની ઇચ્છાના વિરુદ્ધમાં તેને હાડકાનો પાવડર ખવડાવવામાં આવ્યો હતો.

પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે કે, સાસરીયાઓ પીડિતાને અન્ય ધાર્મિક વિધિના બહાને મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના એક અજ્ઞાતિ વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાં એક ઝરણા નીચે મહિલાને એક પ્રથામાં ભાગ લેવા માટે મજબૂર કરી હતી. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન વિડીયોકોલ દ્વારા એક તાંત્રિક બાબાની નિર્દેશ પણ લઈ રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અંધશ્રદ્ધા..! મહિલાને ગર્ભવતી બનાવવા તાંત્રિકે મહિલાને એવી વસ્તુ ખવડાવી કે…હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*