‘બજારમાં જઈને આવું છું’ એમ કહીને નીકળેલા પટેલ યુવકનું મૃતદેહ ઘરે આવ્યું, પરિવારના લોકોના ટાંટિયા ધ્રુજી ગયા…પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો..!

Published on: 12:18 pm, Wed, 14 September 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ, જીવ ટુંકાવાની ઘટનાઓ અને શંકાસ્પદ રીતે મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જ ચોકાવનારી ઘટના અરવલ્લી જિલ્લા માંથી સામે આવી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે, અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી યુવકોના શંકાસ્પદ મૃતદેહ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

ત્યારે ગઈકાલે મોડી રાત્રે વધુ એક ગુમ થયેલા યુવકનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર ધનસુરા નગરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા વસંતભાઈ પટેલ નામના વ્યક્તિનું મૃતદેહ ગઈકાલે મોડી રાત્રે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું છે.

વસંતભાઈ ગઈકાલે બપોરે લગભગ 2:00 વાગ્યાની આસપાસ દુકાનેથી વધારે જઈને આવું છું. તેમ કહીને પોતાની સ્પ્લેન્ડર બાઈક લઈને નીકળ્યા હતા. મોડી રાત થઈ ગઈ છતાં પણ વસંતભાઈ ઘરે ન આવ્યા તેથી પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. ઘણો સમય થઈ ગયો પરંતુ વસંતભાઈનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં.

પરિવારના લોકોએ વસંતભાઈ ને ફોન કરવાના પણ ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ પણ ફોન ઉપાડતું ન હતું. છેવટે પરિવારના લોકો ધનસુરા પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને ત્યાં વસંતભાઈના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે પોતાની ટીમ સાથે વસંતભાઈ પટેલ ની શોધખોળ શરૂ કરી હતી.

શોધખોળ દરમિયાન વસંતભાઈ પટેલનો મૃતદેહ બુટાલ ગામની સીમામાંથી મળી આવ્યો હતો. વસંતભાઈનો મૃતદેહ મળી આવતા જ ભારે ચકચાર મચી છે. વસંતભાઈનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘બજારમાં જઈને આવું છું’ એમ કહીને નીકળેલા પટેલ યુવકનું મૃતદેહ ઘરે આવ્યું, પરિવારના લોકોના ટાંટિયા ધ્રુજી ગયા…પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો..!"

Leave a comment

Your email address will not be published.


*