પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઇને આવ્યા મોટા સમાચાર,જાણો વિગતે

Published on: 7:30 pm, Wed, 16 December 20

પ્રધાનમંત્રી મોદી ના ગુજરાત પ્રવાસને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત થી હજી દિલ્હી ગયા તેના હજી કલાકો થયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદી જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસ કરી શકે તેવી શક્યતાઓ છે. સરદારધામ લોકાર્પણ માટે પ્રધાનમંત્રી મોદી ને નિમંત્રણ અપાયું છે. જાન્યુઆરી મહિનામાં સરદાર ધામ ના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી મોદી પાસે સમય મગાયો છે.

એટલું જ નહીં પ્રધાનમંત્રી મોદીના હસ્તે રાજકોટ એઈમસ નું આગામી મહિને ખાતમુરત પણ કરવાનું છે જેના અનુસંધાને પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.અહીં ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે વતન ગુજરાતના કચ્છમાં ભુજ નજીક ધોરડો ટેન્ટ સીટી ખાતે લગભગ છ કલાકની મુલાકાતે આવી ને દિલ્હી ગયા છે.

પ્રધાનમંત્રી મોદી ભુજ એરપોર્ટ પર પહોંચીને હેલિકોપ્ટર મારફતે ધોરડો પહોંચ્યા હતા. જ્યાંથી તેમને ત્રણ પ્રોજેક્ટ વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરીને ભુજ ને ત્રણ મોટી ભેટ આપી હતી.

એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદીએ કચ્છના ખેડૂતો સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતચીત પણ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!