કોરોના મહામારી વચ્ચે લર્નિંગ લાયસન્સ ધરાવતા લોકોને લઈને સરકારે લીધો મોટો નિર્ણય.

Published on: 9:20 pm, Wed, 16 December 20

લાયસન્સ સંબંધિત સેવાઓ ની કામગીરી રાજ્ય સરકાર દ્વારા સારથી અંતર્ગત સરળીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ પુનઃશિખાઉ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા તથા ડ્રાઇવિંગ લાઇસન્સ માં ભયજનક માલના વહન માટેના એન્દ્રોસમેન્ટ ની કામગીરીનું વિશેષ સરળીકરણ કર્યું હોવાનું વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુ જણાવ્યા અનુસાર શીખાઉ લાયસન્સની છ માસની મુદત પૂર્ણ થઇ ગઇ હોય તેવા સંજોગોમાં અરજદારે આરટીઓ કચેરી ખાતે પુનઃ શિખાઉ લાયસન્સ મેળવવા માટે આવવું પડતું હતું.

પરંતુ હવેથી અરજદાર parivahan.gov.in પર ફી ભરતાની સાથે જ પુનઃ શિખાઉ લાયસન્સ મેળવી શકશે.ડ્રાઇવિંગ લાયસન્સ ધારક એક વર્ગનું લાયસન્સ ધરાવતો હોય અને બીજા વર્ગની ઉમેરો કરાવવા માંગતા હોય તો આ કામગીરી માટે અરજદારે આરટીઓ કચેરી ખાતે શિખાઉ લાયસન્સ મેળવવા રૂબરૂ આવવું પડતું હતું.

પરંતુ હવે નવી વ્યવસ્થાના ભાગરૂપે અરજદાર આ વર્ગની ફી ભરીને ઉમેરો જાતે જ કરી શકશે,જેનું વેરિફિકેશન અને અપૂર્વલ આરટીઓ કક્ષાએ થશે. એપ્રુવલ થયા બાદ અરજદાર નિયત તારીખે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હાજર રહેવાનું રહેશે.

ડાયવર લાઇસન્સ માં ભયજનક માલ નું વહન કરવા માટેના એન્દ્રોસ્મેન્ટ ની કામગીરી ફેસ કરવામાં આવી છે અને આ કામગીરી માટે આરટીઓ કક્ષાએ જઈ મેન્યુલ સ્ટેમ્પિંગ કરાવવાનું રહેશે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!