દીકરાએ 800 કિલોમીટર સુધી પિતાનો પીછો કર્યો, પછી હોટલ રૂમમાંથી 60 વર્ષના પિતાને 59 વર્ષની યુવતી સાથે ઈલુ-ઈલુ કરતા પકડ્યા…

Published on: 9:06 pm, Mon, 21 November 22

આપણી સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર યુવતીઓ અને યુવકોના અફેરના કિસ્સાઓ ઘણી વખત સામે આવતા હોય છે. યુવક અને યુવતીઓ એકબીજાના પ્રેમમાં પડે એ સ્વાભાવિક વાત છે. પરંતુ જ્યારે પરિણિત યુવક અને યુવતીઓ એકબીજાના પ્રેમમાં પડે ત્યારે ઘણી બધી મુસીબતો ઊભી થતી હોય છે.

ત્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈન માંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં 60 વર્ષનો એક વ્યક્તિ પોતાની 59 વર્ષની પ્રેમિકા સાથે હોટલમાં રંગરેલીયા બનાવતો હતો. 60 વર્ષના વ્યક્તિને રંગરેલીયા બનાવતા બીજા કોઈએ નહીં પરંતુ તેના જ દીકરાએ પકડી પાડ્યો હતો.સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો એક દીકરાએ પોતાના પિતાની જ લવ સ્ટોરી સમાજની સામે ખુલ્લી પાડી છે.

મળતી માહિતી અનુસાર 60 વર્ષના આ લોક ચૌધરી ગ્વાલિયરમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. ત્યારે 59 વર્ષની તેમની પ્રેમિકા જયપુરમાં એફસીઆઇ વિકાસ અધિકારી તરીકે નોકરી કરે છે. આ બંને વચ્ચે અફેર ચાલતું હતું. સમગ્ર ઘટનાને લઈને આલોક ચૌધરી ના દિકરા અંકુરે કહ્યું કે, તેની મમ્મી તેના પપ્પાના અફેર અને ઝઘડાથી ખૂબ જ કંટાળી ગઈ હતા. દીકરા અંકુરે વધુમાં જણાવ્યું કે, બે-ત્રણ દિવસ પહેલા તેના પિતા ઘરે કોઈને કહ્યા વગર બહાર જતા રહ્યા હતા.

દીકરાને તેના પિતા પાસેથી જયપુર ની ટિકિટ મળી હતી. ત્યારબાદ અંકુર માતાના કહેવ અનુસાર પોતાના પિતાનો પીછો કરવા ગયો હતો. આલોક ચૌધરી સૌ પ્રથમ જયપુર ની ટ્રેનમાં બેસીને ઉજ્જૈન ગયા. ત્યારે અંકુરે ઉજ્જૈનમાં કાર લઈને તેના પિતાનો પીછો કર્યો હતો. ઉજ્જૈન આવ્યા બાદ આલોક ચૌધરી અને તેની પ્રેમિકા બંને મહાકાલ મંદિરની સામે આવેલી હોલીડે હોટલમાં રોકાયા હતા.

અંકુરે વધુમાં જણાવ્યું કે, તેના પિતા અને તેની પ્રેમિકા હોટલમાં રોકાયા હતા. અંકુર તેના પિતાનો ભાંડો ફોડવા માટે હોટલ રૂમમાં ગયો હતો. ત્યારે હોટલ રૂમમાં આલોક ચૌધરી અને તેની પ્રેમિકા રંગરેલીયા મનાવી રહ્યા હતા. ત્યારબાદ અંકુરે સમાજ સામે બંનેને ઉઘાડા પાડ્યા અને પિતાને ન સંભળાવવાની વાતો સંભળાવી. પોતાના પિતાની રંગરેલીયા પકડવા માટે અંકુરે 800 કિલોમીટરનો સફર પાર કર્યો હતો અને અને પિતાને રંગે હાથે પકડી પાડ્યા હતા.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. ઘટના સાંભળીને લોકો પોત પોતાની અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આલોક ચૌધરીની પત્નીએ જણાવ્યું હતું કે, તેના પતિએ દિવસ આપવા માટે 13.50 લાખ રૂપિયા ની માંગણી કરી હતી. તેના પતિની પ્રેમિકા નો પતિ પણ મૃત્યુ પામેલો છે. પુત્ર એ કહ્યું કે પ્રેમિકા તેના પિતા પાસેથી પૈસા પડાવવા માટે આ બધું નાટક કરતી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરાએ 800 કિલોમીટર સુધી પિતાનો પીછો કર્યો, પછી હોટલ રૂમમાંથી 60 વર્ષના પિતાને 59 વર્ષની યુવતી સાથે ઈલુ-ઈલુ કરતા પકડ્યા…"

Leave a comment

Your email address will not be published.


*