ચાર રસ્તા પર જતા ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઈક અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો આમાં કોની ભૂલ હતી…

Published on: 10:41 am, Tue, 22 November 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે સોશિયલ મીડિયા પર ઘણા ગંભીર અકસ્માતના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોયા હશે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર રસ્તા ઉપર જતા એક ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઈક અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર ઉછળીને રોડ પર પડ્યો હતો.

સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના જોધપુરના વીર દુર્ગાદાસ ઓવરબ્રિજ ભૈરવનાથ મંદિર પાસે બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મકરાણાનો રહેવાસી ગોવર્ધન ચૌધરી નામનો 22 વર્ષનો યુવક એક ઓટોમોબાઇલ શોરૂમમાં કામ કરતો હતો.

20 નવેમ્બરના રોજ સવારે લગભગ 8.28 વાગ્યાની આસપાસ તે પોતાની બાઇક લઈને વીર ભેરુજી સ્ક્વેર બ્રિજ તરફ જઈ રહ્યો હતો. ત્યારે એક ટ્રેક્ટર ભેરુજી ચોકથી ઓવરબ્રિજ તરફ આવી રહ્યું હતું. ટ્રેક્ટર ચારે ચાર રસ્તા ઉપર પહોંચે છે ત્યારે ટ્રેક્ટર ચાલક વળાંક લે છે. ત્યારે બીજી બાજુથી બાઈક લઈને આવી રહેલો ગોવર્ધન ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાયો હતો.

જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ગોવર્ધન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારબાદ ઘણો લાંબો સમય થઈ ગયો છતાં પણ કોઈ ગોવર્ધનની હોસ્પિટલ લઈ ગયું ન હતું. અકસ્માતની ઘટના બની ત્યારે ત્યાંથી ઘણા વાહનો પસાર થઈ ગયા.

ત્યારબાદ ત્યાંથી પસાર થઈ રહેલા આરપીએફના એક જવાની ગોવર્ધનને ઇજાગ્રસ્ત હાલતમાં જોયો અને ત્યારબાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં એમડીએમ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલમાં હોસ્પિટલમાં આઈસીયુમાં તેની સારવાર ચાલુ છે અને તેની હાલત ખૂબ જ ગંભીર છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારનો કેસ નોંધવામાં આવ્યો નથી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો કે મિત્રો આ અકસ્માતની ઘટનામાં કોની ભૂલ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચાર રસ્તા પર જતા ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઈક અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો આમાં કોની ભૂલ હતી…"

Leave a comment

Your email address will not be published.


*