દ્વારકા દર્શને જતા પાટીદાર યુવક અને યુવતી સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે… સમગ્ર પટેલ સમાજમાં માતમ છવાઈ ગયો…

Published on: 11:07 am, Sun, 4 February 24

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના બનતા જ સમગ્ર પાટીદાર સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હાલમાં ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભુક્કા બોલાવતી ઠંડી પડી રહે છે. આ વાતાવરણ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળે છે.

ત્યારે દ્વારકા હાઇવે પર ધુમ્મસના કારણે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક અને યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ધુમ્મસના કારણે કારમાં સવાર યુવક-યુવતી કારની સાથે પુલ પરથી નીચે પડી ગયા હતા અને તેમનું મોત થયું હતું.

ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવક અને યુવતીની સગાઈ થઈ ગઈ હતી અને બે મહિના બાદ બંનેના લગ્ન હતા. લગ્ન પહેલા જ આ દુઃખદ ઘટના બનતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટના લીમડી પાસે બની હતી. ઘટનામાં છાયાબેન ગજેરા તથા હર્ષભાઈ સોજીત્રાનું દુઃખદ નિધન થયું છે. ઘટના બનતા જ બંને પટેલ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ ઘટનામાં એક અન્ય મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. તેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, તેઓ દ્વારકામાં દર્શન કરવા માટે જતા હતા. આ દરમિયાન રસ્તામાં ભારેના કારણે તેમને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતની ઘટનામાં લગ્ન પહેલા જ યુવક અને યુવતીનું મોત થઈ ગયું હતું.

આ ઘટના બનતા જ જે ઘરમાં બે મહિના બાદ લગ્નના ગીત ગુંજવાના હતા. તે પહેલા જ તે ઘરમાં મોતના મરશિયા ગુંજી રહ્યા છે. ઘટના બનતા જ સમગ્ર પટેલ સમાજમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "દ્વારકા દર્શને જતા પાટીદાર યુવક અને યુવતી સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે… સમગ્ર પટેલ સમાજમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*