માલધારી સમાજના આ દીકરાનું જનરલ નોલેજ જોઈને તમે પણ માથું ખંજવાળવા લાગશો – જુઓ દીકરાના અનોખા જનરલ નોલેજનો વિડીયો…

Published on: 4:39 pm, Fri, 7 October 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં બાળકોના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. તમે ઘણા એવા બાળકો જોયા હશે જેમનું જનરલ નોલેજ ખૂબ જ ગજબ હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં માલધારી સમાજના એક દીકરાનું વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માલધારી દીકરાનું જનરલ નોલેજ જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.

મિત્રો આ બાળક વિશે વાત કરીએ તો આ બાળકનું નામ ધવલ છે અને તે ધોરણ 6માં અભ્યાસ કરે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બહેન આ દીકરાને ઘણા બધા જનરલ નોલેજના સવાલો પૂછી રહ્યા છે અને આ દીકરો જરાક પણ વિચારે આ વગર ફટાફટ પ્રશ્નોના જવાબ આપી રહ્યો છે.

દીકરાને પૂછવામાં આવે છે કે તમે મોટા થઈને શું બનવા માંગો છો, ત્યારે દીકરો જવાબ આપે છે કે આઇપીએસ ઓફિસર બનવા માગું છું. ત્યારબાદ આ દીકરાને ઘણા બધા જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમકે, આપણે કયા ગ્રહ પર રહીએ છીએ? પૃથ્વીના ઉપગ્રહ નું નામ શું છે? આપણા મુખ્યમંત્રી કોણ છે? ગુજરાતનું પાટનગર કયું છે? ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે? ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?

ગુજરાતની સૌથી લાંબી નદી? ગુજરાતની સૌથી મોટી રિફાઇનરી કઈ છે? ભગવાન શ્રીરામ ના પિતા નું નામ શું હતું? નવરાત્રી નો તહેવાર કયા મહિનામાં આવે છે?જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? ભારતમાં કુલ કેટલા જ્યોતિર્લિંગ છે? સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? આવા સવાલો બાળકને પૂછવામાં આવ્યા હતા.

આ તમામ સવાલોનો જવાબ બાળકે જરાક પણ અટક્યા વગર આપ્યું હતું. બાળકે તમામ સવાલો નો સાચો જવાબ આપ્યો છે. તેના પરથી એવું જાણવા મળી રહ્યું છે કે આ બાળકનું જનરલ નોલેજ ખૂબ જ ગજબ છે. હાલમાં માલધારી સમાજના આ દીકરા નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો માલધારી સમાજના આ દીકરાના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં દીકરા વિશે ખૂબ જ સુંદર વાતો પણ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો ફેસબુક પર Rabari Rasdhara નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માલધારી સમાજના આ દીકરાનું જનરલ નોલેજ જોઈને તમે પણ માથું ખંજવાળવા લાગશો – જુઓ દીકરાના અનોખા જનરલ નોલેજનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*