ટ્રેનિંગ પૂર્ણ કરીને ગાંધીનગરથી પરત ફરી રહેલા, જુનાગઢના PSI એ.કે. પરમાર રસ્તામાં અકસ્માતમાં દુઃખદ નિધન…પોલીસ બેડામાં છવાયો માતમ…

Published on: 5:51 pm, Sun, 22 January 23

સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી રાજકોટ હાઇવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર PSIનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. પીએસઆઇના મૃત્યુના સમાચાર મળતા જ પોલીસ બોડામાં માતમ છવાઈ ગયો હતો.

આ અકસ્માતની ઘટનામાં જૂનાગઢના એ ડિવિઝનના PSI એ.કે.પરમારે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના માટે કોણ જવાબદાર છે તે દિશામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર PSI એ.કે.પરમાર અમદાવાદથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને દર્દનાક અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.

આ કારણોસર કારમાં સવાર PSI એ.કે. પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને એટલી ગંભીર ઇજા પહોંચી હતી કે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર PSI છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં હતા અને તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમને રસ્તામાં કાળમુખો અકસ્માત નડ્યો હતો.

મૃત્યુ પામેલા PSI એ.કે.પરમાર સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની ટ્રેનિંગમાં આવ્યા હતા. તેઓ આ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ પરત જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સાયલા નજીક તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ તેમને સારવાર મળે તે પહેલા તો તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

PSI એ.કે. પરમારના મૃત્યુના સમાચાર મળતા જ પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો હતો. આ ઉપરાંત તેમના સંબંધીઓ અને તેમના પરિવારમાં પણ શોખનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ટ્રેનિંગ પૂર્ણ કરીને ગાંધીનગરથી પરત ફરી રહેલા, જુનાગઢના PSI એ.કે. પરમાર રસ્તામાં અકસ્માતમાં દુઃખદ નિધન…પોલીસ બેડામાં છવાયો માતમ…"

Leave a comment

Your email address will not be published.


*