ગ્રીષ્માવાળી થતા થતા રહી ગઈ..! ઉમરેઠમાં ગુસ્સામાં ભરાયેલા એક યુવકે યુવતીનું ગળું ચીરીને તેને બાથરૂમમાં પૂરી દીધી…ત્યારબાદ કંઈક એવું બન્યું કે…

Published on: 5:31 pm, Sun, 22 January 23

મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ ખૂબ જ વધી રહે છે. ગયા વર્ષની શરૂઆતમાં સુરત શહેરમાં એક હચમચાવી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં ફેનીલ ગોયાણી નામના આરોપીએ જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો જીવ લઈ લીધો હતો. ત્યાર પછી તો આવી ઘણી બધી ઘટનાઓ બની. ત્યારે ઉમરેઠમાં બનેલી તેવી જ કંઈક ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં ગુસ્સામાં ભરાયેલા એક યુવકે ધારદાર વસ્તુ વડે યુવતીના ગળા ઉપર પ્રહાર કરીને તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર એક દિવસ પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવેલા યુવક અને યુવતી વચ્ચે અણ બનાવ થતા યુવકે ગુસ્સામાં ભરાઈને ધારદાર વસ્તુ વડે યુવતીના ગળા ઉપર પ્રહાર કરીને તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ યોગ્ય સમયે આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા અને ત્યારબાદ તે લોકો મળીને યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા ઉમરેઠ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ઉમરેઠની કાછિયાપોળમાં ગઈકાલે એક યુવક અને એક યુવતી ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. આજરોજ વહેલી સવારે બંને વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો હતો. બપોરના સમયે ગુસ્સામાં ભરાયેલા યુવકે ધારદાર વસ્તુઓ વડે યુવતીના ગળા ઉપર પ્રહાર કરીને તેને બાથરૂમમાં પૂરી દીધી હતી અને ત્યારબાદ મકાનને બહારથી તાળો મારીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.

ઘરમાં બંધક બનેલી યુવતીએ ઇજાગ્રસ્ત હાલતમાં બૂમાબૂમ કરી હતી. જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તમામ લોકોએ ભેગા મળીને મકાન ખોલ્યું હતું અને અંદર જઈને જોયું ત્યારે અંદરથી એક યુવતી જમીન પર પડેલી જોવા મળી હતી. ત્યારબાદ 108 ને ફોન કરીને યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને અજાણ્યા યુવક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અજાણ્યા યુવક અને યુવતી ક્યાંથી આવ્યા હતા તેની કોઈપણ માહિતી સામે આવી નથી. જો આસપાસના લોકોથી જરાક પણ મોડું થયું હોત તો આજે યુવતીનો જીવ ચાલ્યો ગયો હોત. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગ્રીષ્માવાળી થતા થતા રહી ગઈ..! ઉમરેઠમાં ગુસ્સામાં ભરાયેલા એક યુવકે યુવતીનું ગળું ચીરીને તેને બાથરૂમમાં પૂરી દીધી…ત્યારબાદ કંઈક એવું બન્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*