બે મહિલાઓ વચ્ચે બબાલ..! ટ્રેનમાં સીટ માટે બે મહિલાઓ આવી બથોબથ, બંને એકબીજાના વાળ ખેંચી-ખેંચીને…જુઓ ઘટનાનો વિડીયો

Published on: 11:28 am, Fri, 7 October 22

મિત્રો તમે ઘણી વખત લોકલ ટ્રેનની અંદર સીટ માટે બોલાચાલી અથવા તો ઝઘડો થતો જોયો હશે. તેના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલાઓ વચ્ચે સીટ માટે જોરદાર બબાલ થઈ ગઈ હતી. આપણને બધાને ખબર છે કે મુંબઈમાં લગભગ મોટેભાગના લોકો લોકલ ટ્રેનમાં અવરજવર કરવાનું પસંદ કરે છે.

જેના કારણે લોકલ ટ્રેનમાં સતત ભીડ જોવા મળતી હોય છે. ત્યારે ઘણી વખત લોકલ ટ્રેનમાં સીટ માટે ઘણા લોકો ઝઘડી પડતા હોય છે. ત્યારે બુધવારના રોજ રાત્રે મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલાઓ વચ્ચે સીટ માટે જોરદાર બબાલ થઈ ગઈ હતી. બંને મહિલાઓ વચ્ચે બોલાચારી એટલી વધી ગઈ કે આ ઘટનામાં એક મહિલા પોલીસ કર્મી અને અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો પનવેલ જતી લોકલ ટ્રેનમાં બુધવારના રોજ લગભગ આઠ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર એક મહિલા તેને પૌત્રી સાથે થાણેથી લોકલ ટ્રેનમાં ચડી હતી. ત્યારે બીજી મહિલાએ કોપરખૈરણેમાંથી લોકલ ટ્રેનમાં ચડી હતી.

આ મહિલા સીટ ખાલી થવાની રાહ જોઈ રહી હતી. ત્યારે વચ્ચે એક સ્ટેશન પર એક સીટ ખાલી થઈ હતી. ત્યારે પહેલી મહિલા પોતાની પૌત્રીને સીટ આપવાનો પ્રયાસ કરે છે. ત્યારે કોપરખૈરણેમાંથી ટ્રેનમાં ચડેલી મહિલા તે સીટ ઉપર બેસવાનો પ્રયાસ કરે છે. બસ ત્યારબાદ આ વાતને લઈને બંને મહિલાઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ ગઈ હતી.

આ બોલાચાલીએ ટૂંક સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને બોલાચાલી એટલી વધી ગઈ કે બંને મહિલાઓ બથોબથ આવીને ઝઘડવા લાગી. એટલું જ નહીં પરંતુ આ ઘટનામાં બંને મહિલાઓ એકબીજાના વાળ ખેંચીને ઝઘડી રહી હતી. આ ઘટનામાં એક મહિલા પોલીસ કર્મચારી અને અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો ટ્વીટર પર Siraj Noorani નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે મહિલાઓ વચ્ચે બબાલ..! ટ્રેનમાં સીટ માટે બે મહિલાઓ આવી બથોબથ, બંને એકબીજાના વાળ ખેંચી-ખેંચીને…જુઓ ઘટનાનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*