વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ ચેતી જજો..! અમેરિકામાં ફોન પર મિત્ર સાથે વાત કરી રહેલા ભારતીય વિદ્યાર્થી સાથે બન્યું એવું કે… જાણો સમગ્ર ઘટના

Published on: 12:00 pm, Fri, 7 October 22

મિત્રો અમેરિકામાં ભારતીય લોકોનો જીવ લેવાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી છે. અમેરિકામાં ઈન્ડિયાનામાં પડર્યૂ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીનો તેના જ કોરિયન રૂમમેટ દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર ઘટના બની ત્યારે ભારતીય વિદ્યાર્થી વિડીયો ગેમ રમી રહ્યો હતો. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ વરુણ મનીષ છેડા હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. તે ડેટા સાયન્સનો અભ્યાસ કરતો હતો. મેડિકલ રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે વરુણને ગંભીર ઇજા પહોંચવાના કારણે તેનું મૃત્યુ થયું છે.

પ્રતિ માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી જી મીન જીમીએ ઇમરજન્સી નંબર 911 પણ ફોન કર્યો હતો અને પોલીસને બોલાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો વરુણ અને આરોપી જીમી યુનિવર્સિટીની હોસ્ટેલમાં સાથે જ રહેતા હતા.

મળતી માહિતી અનુસાર કેમ્પસના મેકકચેન હોલના પહેલા માળે વરૂણનો જીવ લેવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં જીવ લેવાનો કોઈ ઈરાદો સામે આવ્યો નથી. બગરા ઘટનાને લઈને વરણના બાળપણના મિત્રએ જણાવ્યું કે, વરૂણ મંગળવારના રોજ રાત્રે ઓનલાઇન ગેમ રમી રહ્યો હતો.

ગેમ રમતા રમતા તે પોતાના મિત્ર સાથે વાત કરતો હતો. આ દરમિયાન અચાનક જ કોલ પર વરુણની ચીસો સંભળાય હતી. ત્યારે શું થયું તે કાંઈ સમજાયું નહીં પરંતુ બીજા દિવસે વરુણના મૃત્યુના સમાચાર મળ્યા હતા.

વરૂણનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારના રોજ રાત્રિના સમયે બની હતી. પોલીસ અધિકારીનું કહેવું છે કે પડર્યૂ કેમ્પસમાં છેલ્લા આઠ વર્ષમાં આ પ્રથમ જીવ લેવાનો કેસ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ ચેતી જજો..! અમેરિકામાં ફોન પર મિત્ર સાથે વાત કરી રહેલા ભારતીય વિદ્યાર્થી સાથે બન્યું એવું કે… જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*