બલ્ગેરિયાના બાબા વેંગા બાદ 2022 ને લઈને આ 19 વર્ષની દીકરીએ કરી અનેક ભવિષ્યવાણીઓ, જાણો આ દીકરીની ભવિષ્યવાણી સાચી પડી તો શું થશે….

Published on: 12:29 pm, Fri, 7 October 22

મિત્રો બાબા વેંગાએ કરેલી અનેક ભવિષ્યવાણીઓ ચર્ચામાં રહેતી હોય છે. બાબા વેંગાની અત્યાર સુધીમાં ઘણી ભવિષ્યવાણીઓ સાચી પણ પડી છે. ત્યારે હવે બાબા વેંગાએ બાદ માત્ર 19 વર્ષની એક દીકરી પણ ભવિષ્યવાણી કરી રહી છે. આ દીકરીનું નામ હેન્ના કેરોલ છે.

તેને 2022 માટે ઘણી બધી મોટી ભવિષ્યવાણીઓ કરી છે. હેન્ના કેરોલ 2022 માટે 28 મોટી ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાંથી 10 જેટલી આગાહી સાચી પડી છે. હેન્ના કેરોલ અમેરિકાની રહેવાસી છે અને તેની ઉંમર માત્ર 19 વર્ષની જ છે. તે પોતાની ભવિષ્યવાણીઓને લઈને સતત ચર્ચામાં હોય છે.

મળતી માહિતી અનુસાર હેન્ના કેરોલ 2022 ની શરૂઆતમાં જ રાણી એલિઝાબેથના મૃત્યુને લઈને આગાહી કરી હતી. તેની આગાહી સાચી પડી છે. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં હેન્ના કેરોલ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, કિમ કર્દાશિયનનું બ્રેકઅપ, હૈરી સ્ટાઇલ અને બિયોંસેનો નવો આલ્બમ, રિહાના અને પ્રિયંકા ચોપડાનું માતા બનવું સામેલ હતું.

ડેઇલી સ્ટાર રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, 19 વર્ષની હેન્ના કેરોલની મોટેભાગની ભવિષ્યવાણી પોપ કલ્ચર અને સિનેમા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. હેન્ના કેરોલની 2022 ની અત્યાર સુધીની દસ ભવિષ્યવાણીઓ સાચી પડી ગઈ છે.

2022 ની ભવિષ્યવાણીની હેન્ના કેરોલની યાદી જોઈએ તો, તેમની ભવિષ્યવાણી મુજબ કેન્ડલ જેનરની સગાઈ અને હેલી બીબરના ગર્ભવતી થવાની અને ટાઈલર સ્વિફ્ટના લગ્ન કે સગાઈની જાહેરાત સામેલ છે. બાબા વેંગાએ 20 મી સદીમાં ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી.

ત્યારે હવે લોકો હેન્ના કેરોલને 21 મી સદીની બાબા વેંગા ગણાવી રહ્યા છે. કારણકે માત્ર 19 વર્ષની આ દીકરીની પણ અત્યાર સુધીમાં ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પડી ગઈ છે. કે હેન્ના કેરોલની મોટેભાગ ની ભવિષ્યવાણીઓ પોપ કલ્ચર અને સિનેમા ઇન્ડસ્ટ્રીઝ સાથે સંબંધિત હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બલ્ગેરિયાના બાબા વેંગા બાદ 2022 ને લઈને આ 19 વર્ષની દીકરીએ કરી અનેક ભવિષ્યવાણીઓ, જાણો આ દીકરીની ભવિષ્યવાણી સાચી પડી તો શું થશે…."

Leave a comment

Your email address will not be published.


*