સુરત શહેરમાં આવેલા સવજીકોરાટ બ્રિજ પરથી કૂદીને પાટીદાર યુવકે પોતાનો જીવ ટૂંકાવ્યો – જાણો સમગ્ર ઘટના

Published on: 4:16 pm, Sat, 23 April 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવન ટૂંકાવવાની સંખ્યાઓ વધી રહી છે. લોકો અગમ્ય કારણોસર, પ્રેમ સબંધ, વ્યાજખોરી અથવા તો કોઈ અંગત કારણોસર પોતાનું જીવ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં સુરતમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં આવેલા સવજી કોરાટબ્રિજ પરથી એક યુવકે છલાંગ લગાવીને પોતાનું જીવ ટૂંકાવ્યો છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ કારણોસર બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

મળતી માહિતી અનુસાર બ્રિજ પરથી પોતાનો જીવ ટૂંકાવનાર યુવક પુણાગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકના મૃતદેહને તાપી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા યુવકની તપાસ કરી હતી. મળતી માહિતી અનુસાર યુવક પાસેથી મળી આવેલા આઈડી પ્રૂફ માંથી તેની ઓળખ છે. મૃત્યુ પામેલા યુવકની ઓળખ ડાવરા અતુલભાઇ તરીકે થઈ છે. મળતી માહિતી અનુસાર અતુલ ડાયરાની ઉંમર 36 વર્ષની હતી.

ત્યારબાદ સરથાણા પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર અતુલ ડાવરાએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસ સમગ્ર ઘટનાને લઇને તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત શહેરમાં આવેલા સવજીકોરાટ બ્રિજ પરથી કૂદીને પાટીદાર યુવકે પોતાનો જીવ ટૂંકાવ્યો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*