સાપુતારાથી પરત ફરતી વખતે સુરતની 50 મહિલાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી, બે મહિલાઓના કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 11:23 am, Sun, 10 July 22

સાપુતારામાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં સુરતની બે મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગિરિમથક સાપુતારાની સહેલગાહે આવેલી સુરતની એક પ્રવાસી બસ 9 જુલાઈ મોડી રાત્રે માલેગામના ઘાટ માર્ગમા ખીણમાં પલટી ખાઈ ગઈ હતી. આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જેમાં બે મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. સુરતના હરીપાર્ક વિસ્તારમાં આવેલા v3 શ્યામ ગરબા ક્લાસીસની મહિલાઓ હતી. આ મહિલાઓ સાપુતારાની પિકનિક પર ફરવા માટે ગયા હતા. જ્યારે તેવું સાપુતારાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ તંત્ર સહિત આજુબાજુના ગામના લોકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સામ ગહાન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.  મળતી માહિતી અનુસાર, રાજ્યના માર્ગ મકાન મંત્રી પુણેસ મોદીને આ અકસ્માતની ઘટનાની જાણ થતા જ, તેમને તાત્કાલિક બીજેપીના વધઈ, સાપુતારા સહિત ડાંગના કાર્યકરો, સ્વયંસેવકોને ઘટના સ્થળે પહોંચીને જરૂરી મદદ કરવાની સૂચનાઓ આપી હતી.

ઈજાગ્રસ્ત થયેલા લોકોને સાપુતારા તથા શામગહાન આરોગ્ય કેન્દ્ર સહિત આવવાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  મળતી માહિતી અનુસાર નવ જુલાઈ ના રોજ રાત્રે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ આ અકસ્માત અંગેની ફરિયાદ, સાપુતારા પોલીસ મથકમાં મોડી રાત્રે દાખલ થઈ હતી.

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ GJ 02 W 0150 નંબરની લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. બસના ડ્રાઇવરનું નામ સુશીલ ગોવિંદભાઈ સાવલિયા હતું. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાની યાદીમાં સોનલબેન સ્નેહલભાઈ દાબડા, ઉંમર 45 વર્ષ, રહે. અડાજણ, સુરત અને કુંદનબેન કિર્તીશભાઈ સાપરિયા, ઉંમર 42 વર્ષ,રહે. રાંદેર, સુરતનું નામ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાપુતારાથી પરત ફરતી વખતે સુરતની 50 મહિલાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી, બે મહિલાઓના કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*