માંડ માંડ બચ્યા..! બસ અને ટ્રેલર વચ્ચે થવાની હતી જોરદાર ટક્કર, પરંતુ છેલ્લી ઘડીએ ટ્રેલર ચાલકે એવું મગજ વાપર્યું કે… ઘટનાના CCTV ફૂટેજ જોઈને ધબકારા વધી જશે…

Published on: 5:53 pm, Fri, 17 March 23

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. મિત્રો ઘણી વખત રોડ ઉપર એક જણાની વેદરકારીના કારણે ગંભીર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમુક વખત તમે એવી પણ ઘટનાઓ સાંભળી હશે જેમાં ડ્રાઇવરની સમજદારીના કારણે ભયંકર અકસ્માતની ઘટના ટળી થતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં એક ટ્રેલર ચાલકની સમજદારીના કારણે એક ભયંકર અકસ્માતની ઘટના બનતા અટકી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના રાજસ્થાનના પાલી જિલ્લાના બાર નજીક ગુરૂવારના રોજ બપોરના સમયે બારથી જોધપુર જતા માર્ગ પર બની હતી.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર એક રોડવેઝ બસ ચાર રસ્તા તરફ આવી રહી હતી. આ દરમિયાન ટ્રેલર પણ બીજી બાજુથી પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું. આ દરમિયાન અકસ્માતની ઘટના બનતા બનતા રહી ગઈ હતી.

ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક રોડવેઝ બસ રસ્તાની એક બાજુની સાઈડ પરથી બીજી બાજુની સાઈડ તરફ જતી જોવા મળી રહે છે. આ દરમિયાન પૂરપાટ ઝડપે જતું એક ટ્રેલર પણ ત્યાંથી પસાર થાય છે. રસ્તાની વચ્ચોવચ બસને જોઈને ટ્રેલર ચાલક તાત્કાલિક સ્ટેરીંગ બીજી બાજુ ગુમાવી દે છે અને પોતાના ટ્રેલરને રોડની નીચે ઉતારી દે છે. જેના કારણે એક ગંભીર અકસ્માતની ઘટના બનતી અટકી હતી.

જો થોડાક સમયનો પણ વિલંબ થયો હોત તો ઝડપી ટ્રેલર મુસાફરોથી ભરેલી બસને જોરદાર ટક્કર લગાવી હોત અને ગંભીર અકસ્માત સર્જાયો તને ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોત. સદનસીબે ટ્રેલર ચાલકની સમજદારીના કારણે એક મોટી અકસ્માતની ઘટના બનતી અટકી છે. સમગ્ર ઘટના હાઇવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મિત્રો ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો કે આ ઘટનામાં કોની ભૂલ હતી. મોટેભાગના લોકો કહી રહ્યા છે કે બસ ચાલકની આ ઘટનામાં ભૂલ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માંડ માંડ બચ્યા..! બસ અને ટ્રેલર વચ્ચે થવાની હતી જોરદાર ટક્કર, પરંતુ છેલ્લી ઘડીએ ટ્રેલર ચાલકે એવું મગજ વાપર્યું કે… ઘટનાના CCTV ફૂટેજ જોઈને ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*