ભાઈઓ વચ્ચે એકતા તો જુઓ..! આ ઘરમાં 185 લોકો એકબીજા સાથે હળી મળીને રહે છે, આ પરિવાર દરરોજ આટલા કિલો લોટ ખાઈ જાય છે….

Published on: 2:08 pm, Mon, 24 April 23

આજે આપણે દેશના સૌથી મોટા પરિવાર વિશે જાણીશું, આ ઘરમાં રહે છે 185 લોકો અને રોજ એટલી રોટલી બને છે કે તમે પણ જાણીને ચોકી જશો. આવો પરિવાર તમે ક્યાંય નહીં જોયો હોય, આ પરિવાર નહીં પણ એક કુટુંબ કહેવાય એટલા સભ્યો છે. આ જાણીને કોઈને પણ નવાઈ લાગે, આપણે ત્યાં કહેવાય છે ને કે, સંયુક્ત પરિવારમાં અવશ્ય રહેવું જોઈએ.

પરંતુ એક સાથે 185 લોકોનો પરિવાર સાથે રહે એ તો નવાઈની વાત કહેવાય. ચાલો આ પરિવાર વિશે જાણીએ, રાજસ્થાનના એક પરિવારમાં કુલ 185 લોકો રહે છે, જેમના માટે રોજના 75 કિલો લોટની રોટલી બનાવવામાં આવે છે. મિઝોરમના જિયોના ચનાના પરિવાર વિશે સાંભળ્યું હશે, કારણકે તેમના સંયુક્ત પરિવારમાં કુલ 185 સભ્યો છે. તેમનો પરિવાર દેશનો સૌથી મોટો પરિવાર માનવામાં આવે છે,

આ છે દેશનો સૌથી મોટો પરિવાર, એક સાથે એક જ ઘરમાં રહે છે 185 લોકો…!, ચૂલા ઉપર બને છે 75 કિલો લોટ ની રોટલીઓ…, ફોટાઓ જોઈને અક્કલ કામ નહીં કરે… - MOJILO GUJARATI

પરંતુ આજે અમને તમને જણાવવા જઈ રહ્યા છીએ. અજમેર ના એક પરિવાર વિશે જેમાં 185 સભ્યો સાથે રહે છે. આ પરિવાર નસીરા બાદ સબડિવિઝન ના રામસર ગામમાં રહે છે અને બધા સાથે મળીને ખુશીથી રહે છે. આ પરિવારના વડા ભંવરલાલ માલી છે અને તે પરિવારના તમામ મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લે છે, આ પરિવાર માટે દરરોજ 75 કિલો લોટ ની રોટલી બનાવવામાં આવે છે.

કુલ 10 ચૂલા પર તમામ લોકોની રસોઈ બનાવવામાં આવે છે, આ પરિવારના કુલ 55 પુરુષો, 55 મહિલાઓ અને 75 બાળકો છે. આ પરિવારમાં કુલ ૧૨૫ મતદારો છે, તેથી સરપંચની ચૂંટણી કે અન્ય કોઈપણ ચૂંટણીમાં તેમના પરિવારની ખાસ પસંદગી કરે છે. આ પરિવાર વિશે જાણીએ તો ભાગચંદ માલીએ જણાવ્યું કે તેમના દાદા સુલતાન માલી હતા. સુલતાન માલીને છ પુત્રો હતા, જેમાંથી તેમના પિતા ભવાનલાલ સૌથી મોટા હતા

તેમના બાકીના નાના ભાઈઓ રામચંદ્ર, મોહન, છગન, બડીચંદ અને છોટુ છે. શરૂઆતથી જ તેમના દાદા સુલતાન માલીએ બધાને સાથે રાખ્યા હતા અને સંયુક્ત કુટુંબમાં રહેવાનું શીખવ્યું હતું. ભાગચંદ માલીએ વધુમાં જણાવ્યું હતું કે તેમનો પહેલો પરિવાર ફક્ત એક જ પરિવારમાં રહેતો હતો. ખેતી કરતા હતા, પરંતુ જેમ જેમ તેમનો પરિવાર વધતો ગયો તેમ તેમ તેઓએ તેમની કમાણીનું સાધન પણ વધાર્યું.

ડેરી ખોલી તેમજ મકાન બાંધકામ પણ શરૂ કર્યું, એક જ પરિવારના વડા ભંવરલાલે કહ્યું કે જે મજા સંયુક્ત પરિવારમાં હોય છે તે બીજે ક્યાંય નથી. સંયુક્ત પરિવારમાં રહેવાથી વ્યક્તિ પર કોઈ કામનો બોજ નથી પડતો અને સંયુક્ત પરિવારમાં રહેવાથી દરેક વ્યક્તિ આર્થિક રીતે મજબૂત બને છે. ખરેખર આજના સમયમાં દરેક સ્ત્રીઓએ આ પરિવાર પાસેથી શીખવું જોઈએ કારણકે, એકીસાથે આટલા સભ્યો સાથે રહેવું એ ખૂબ જ મોટી વાત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાઈઓ વચ્ચે એકતા તો જુઓ..! આ ઘરમાં 185 લોકો એકબીજા સાથે હળી મળીને રહે છે, આ પરિવાર દરરોજ આટલા કિલો લોટ ખાઈ જાય છે…."

Leave a comment

Your email address will not be published.


*