કારખાનામાં હીરા ઘસી રહેલી મહિલા સાથે અચાનક બન્યું એવું કે – વિડીયો જોઈને તમે પણ હચમચી જશો…

Published on: 5:00 pm, Sat, 25 June 22

સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. સુરત ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં હીરાના કારખાનાઓ ચાલે છે. આ કારખાનાઓમાંથી લાખો કામદારોને કામ મળી રહે છે. અહી અનેક મહિલાઓ પણ હીરા ઘસવાનું કામ કરે છે. મહિલાઓ હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ રૂપ થાય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં હીરા ઘસી રહેલી એક મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ હચમચી જશો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કારખાનામાં ઘંટી પર કેટલીક મહિલાઓ હીરા ઘસી રહે છે.

આ દરમિયાન હીરા ઘસી રહેલી એક મહિલાની સાડી ઘંટીમાં ફસાઈ જાય છે. જેથી આ મહિલા અચાનક જ ઝટકા સાથે ખેંચાઈને નીચેની તરફ પડી જાય છે. આ ઘટના બનતા જ આજુબાજુ બેઠેલી મહિલા ઊભી થઈ જાય છે અને તાત્કાલિક ઘંટી બંધ કરી દે છે.

આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઉપરાંત આ ઘટનાનો ભોગ બનેલી મહિલા સાથે શું થયું એની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

પરંતુ આ વિડિયો હીરાના કારખાનામાં કામ કરતી મહિલાઓ માટે ચેતવણી રૂપ છે. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોના રૂવાટા ઉભા થઇ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કારખાનામાં હીરા ઘસી રહેલી મહિલા સાથે અચાનક બન્યું એવું કે – વિડીયો જોઈને તમે પણ હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*