વલસાડમાં પત્નીના લફડાથી કંટાળીને પતિએ સુસાઇડ કર્યું, મરતા પહેલા રડતા-રડતા એક વિડીયો બનાવ્યો… જુઓ સુસાઈડ પહેલાનો વિડીયો…

Published on: 5:59 pm, Wed, 1 March 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જીવ ટુકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આજે આપણે વલસાડમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના વિશે વાત કરવાના છીએ. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં પત્નીના ગેરકાયદેસર સંબંધી કંટાળીને પતિ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતો હોય છે. ત્યારે વલસાડમાં થોડાક દિવસ પહેલા આવી જ એક ઘટના બની હતી.

આ ઘટનામાં પતિએ પોતાની પત્નીની બેવફાઈથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર પતિએ સુસાઇડ કર્યું તે પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં પતિએ દુઃખી થઈને પોતાની આપ વીતી જણાવી હતી. હાલમાં આ સુસાઇડનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વલસાડમાં પોતાની પત્નીના આડા સંબંધથી કંટાળીને પતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પહેલા પતિ એક વિડીયો બનાવ્યો હતો. તેમાં તેને પોતાની પત્નીને પોતાના સુસાઇડ પાછળ જવાબદાર ગણવી હતી. જેમાં યુવાકે રડતા રડતા જણાવ્યું હતું કે, “મારી પત્ની ભૂમિકા ઠાકોરનું છેલ્લા અઢી વર્ષથી સુનીલ વર્મા નામના વ્યક્તિ સાથે અફેર છે.

મેં મારી પત્નીને ઘણી વખત રંગે હાથે પકડી છે. જેના પુરાવા મારા ફોનમાં અને ડ્રાઈવમાં છે. મેં મારી પત્નીને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સમજી નહીં. મેં મારી પત્નીને સાચો પ્રેમ કર્યો હતો… ભગવાનની જેમ મેં તેની પૂજા કરી હતી. પરંતુ મારી પત્ની મને સમજી શકી નહીં. હું તેને એટલો પ્રેમ કરું છું કે તેનું અફેર હોવા છતાં પણ હું તેને જરાક પણ નફરત કરતો નથી.

મૃત્યુ પામેલા વ્યક્તિએ વધુમાં પોતાની આપ વીતી જણાવતા કહ્યું કે, હું આજે જ્યારે તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે તેને મને ચોખા શબ્દોમાં કહી દીધું હતું કે, મારે તારી સાથે સંબંધ નથી રાખવો તું કાંઈક જઈને મરી જા. તો હવે હું મારી લાઈફ છોડીને જઈ રહ્યો છું, મારા બાળકોનું તો ધ્યાન રાખજે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ કવલજીતસિંગ હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. તેને ગત ગુરૂવારના રોજ પોતાના મકાનમાં બેડરૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વલસાડમાં પત્નીના લફડાથી કંટાળીને પતિએ સુસાઇડ કર્યું, મરતા પહેલા રડતા-રડતા એક વિડીયો બનાવ્યો… જુઓ સુસાઈડ પહેલાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*